Not Set/ પંચમહાલ : ડેરાલ સ્ટેશન ગામ પાસે મકાનની છત ધરાસાઈ થતાં બે ના મોત

પંચમહાલના કાલોલના ડેરાલ સ્ટેશન ગામ પાસે મકાનની છત ધરાસાઈ થતા બે લોકોના મોત થયા હતા.  જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતા. ડેરાલ સ્ટેશન ગામની ગાયત્રી સોસાયટીમાં રહેતો પરિવારના મકાનની છત જર્જરિત હાલતમાં હોવાથી અચાકન ધરાસાઈ થઈ હતી.  મકાનની છત ધરાસાઈ થતાં આખો પરિવાર કાટમાળ નીચે […]

Top Stories Gujarat Others
panchmahal પંચમહાલ : ડેરાલ સ્ટેશન ગામ પાસે મકાનની છત ધરાસાઈ થતાં બે ના મોત

પંચમહાલના કાલોલના ડેરાલ સ્ટેશન ગામ પાસે મકાનની છત ધરાસાઈ થતા બે લોકોના મોત થયા હતા.  જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતા. ડેરાલ સ્ટેશન ગામની ગાયત્રી સોસાયટીમાં રહેતો પરિવારના મકાનની છત જર્જરિત હાલતમાં હોવાથી અચાકન ધરાસાઈ થઈ હતી.  મકાનની છત ધરાસાઈ થતાં આખો પરિવાર કાટમાળ નીચે દબાયો હતો. જેમાં બે લોકોના કરુણ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના કાલોલ પાસે  ડેરોલ સ્ટેશન ગામ માં સ્લેબ ધરાશાયી થતા પરિવાર સ્લેબ નીચે દબાયો હતો. જેમાં એક જ પરિવાર માંથી 2 ના મોત થયા છે,  જયારે 2 ને ઇજા થતા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે.

કાલોલ તાલુકા ના ડેરોલ સ્ટેશન ગામ ના ગાયત્રી સોસાયટી માં આવેલ જર્જરિત મકાન માં યતીન ભાઈ ત્રિવેદી અને તેમનો પરિવાર રેહતા હતા.આજરોજ રાત્રી ના સમયે જયારે પરિવાર ના સભ્યો જમવા નું બનાવી રહ્યા દરમ્યાન મકાન ની છત ધરાશાયી થતા આખું પરિવાર છત ના કાટમાળ નીચે દબાયું હતું. યતીન ભાઈ ના પત્ની અપેક્ષાબેન તથા સાસુ ચંપાબેન તથા 5 વર્ષીય પુત્ર આ સ્લેબ ના કાટમાળ નીચે દબાયા હતા. ઘર બહાર જ ઉભેલા યતિનભાઈ પણ સ્લેબ ના કાટમાળ વાગવા થી ઈજાગ્રસ્ત થયા હતા. છતાં પરિવાર કાટમાળ માં દબાયો હોઇ,  હિંમત કરી બુમાબુમ કરી આસપાસ ના લોકો ને બોલાવી પરિવાર ને બહાર કાઢવા ના પ્રયત્નો કર્યા હતા ગામ ના સરપંચ સહીત આસપાસ ના લોકો એ દબાયેલ પરિવાર ને બહાર કાઢ્યો હતો.

સરપંચ દ્વારા 108 અને કાલોલ ટીડીઓ તથા મામલતદાર ને જાણ કરવા માં આવતા તમામ અધિકારીઓ અને પોલીસ સહીત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108 ની ટીમ ઘટના સ્થળે આવતા યતીન ભાઈ ના સાસુ ચંપાબેન નું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું જ્યારે પત્ની અપેક્ષા બેન ને સારવાર અર્થે હોસ્પિટલ જતા રસ્તા માં જ તેમનું મોત નીપજ્યું હતું.  જયારે 5 વર્ષીય બાળક નો સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થયો હતો.

 આ સમગ્ર ઘટના માં પરિવાર ની બે મહિલા ઓ ના મોત થયા છે અને  5 વર્ષ ના બાળક અને પિતા ને સામાન્ય ઇજા થતા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.જો કે પ્રાથમિક દૃષ્ટિ એ વરસાદ ને કારણે આ જર્જરિત ઇમારત નો સ્લેબ ધરાશાયી થયો હોવા નું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન