Not Set/ ૮૦૦ કરોડ રૂપિયાના ફ્રોડ મામલે રોટોમેક કંપનીના માલિક વિરુધ EDએ નોંધ્યો કેસ

કાનપુર, પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ઘોટાડા બાદ રોટોમેક કંપનીના માલિક પર બેંકની ૮૦૦ કરોડ રૂપિયાની લોન નહી ચૂકવવાનો આરોપ લાગ્યો છે. આ મામલે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે સવારે સીબીઆઈએ બેંક ઑફ બરોડાની ફરિયાદના આધારે રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી વિરુધ કેસ નોધ્યો છે. આ ઉપરાંત સોમવાર સવારે ૪ […]

India
206029 vikram kothari ૮૦૦ કરોડ રૂપિયાના ફ્રોડ મામલે રોટોમેક કંપનીના માલિક વિરુધ EDએ નોંધ્યો કેસ

કાનપુર,

પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ઘોટાડા બાદ રોટોમેક કંપનીના માલિક પર બેંકની ૮૦૦ કરોડ રૂપિયાની લોન નહી ચૂકવવાનો આરોપ લાગ્યો છે. આ મામલે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે સવારે સીબીઆઈએ બેંક ઑફ બરોડાની ફરિયાદના આધારે રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી વિરુધ કેસ નોધ્યો છે. આ ઉપરાંત સોમવાર સવારે ૪ વાગ્યે સીબીઆઈની ટીમે કાનપુર સ્તિથ વિક્રમ કોઠારીના ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈની ટીમે વિક્રમ કોઠારીના કાનપુર સ્તિથ ઘર, રોટોમૈકની ઓફિસ અને એક અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા તેમજ વિક્રમ કોઠારીના પત્ની અને પુત્ર સાથે પણ પુછતાછ કરી હરી.

સીબીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું, રોટોમેકની વ્યાજ સાથે કુલ બેંક લોન ૩૬૯૫ કરોડ રૂપિયા છે. આ બેંકોમાં બેંક ઑફ ઇન્ડિયા, બેંક ઑફ બરોડા, બેંર ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, અલાહાબાદ બેંક અને ઓરિયેન્ટલ બેંર ઑફ કોમર્સનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, વિક્રમ કોઠારીએ અલાહાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા સહિત કુલ પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી આશરે ૮૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને રોટોમેકે આ લોન ચૂકવી નથી. અને આ માટે બેંકોએ નિયમોને તાક પર રાખ્યા હતા.