PMRBP/ મગર સામે લડીને ભાઇને બચાવનાર ધીરજને નેશનલ ચાઈલ્ડ એવોર્ડ મળ્યો,PMએ કરી ખાસ વાતચીત

પીએમ મોદીએ ધીરજ કુમાર સાથે પણ વાત કરી, જેમણે મગર સામે લડીને પોતાના ભાઈને બચાવ્યો હતો. તેમણે ધીરજને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

Top Stories India
award મગર સામે લડીને ભાઇને બચાવનાર ધીરજને નેશનલ ચાઈલ્ડ એવોર્ડ મળ્યો,PMએ કરી ખાસ વાતચીત

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ચિલ્ડ્રન એવોર્ડ (PMRBP) વિજેતાઓ સાથે વાતચીત કરી. આ વાતચીતમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તમામ વિજેતાઓને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપ્યા.

આ દરમિયાન પીએમ મોદીએ ધીરજ કુમાર સાથે પણ વાત કરી, જેમણે મગર સામે લડીને પોતાના ભાઈને બચાવ્યો હતો. તેમણે ધીરજને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેની બહાદુરી અને નિર્ભયતાને સલામ કરી હતી. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને કેપ્શન આપીને ધીરજની નિર્ભયતાને સલામ કરી છે.

આ દરમિયાન પીએમ મોદીએ પ્રેરણાદાયી કામ કરનારા આ બાળકો સાથે વાતચીત કરી હતી. બિહારના ધીરજ કુમાર સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તમારું નામ ધીરજથી ભરેલું છે. આ દરમિયાન ધીરજે પીએમ મોદીને કહ્યું કે અમે બંને ભાઈઓ નદીના કિનારે બેઠા હતા. ત્યારબાદ મગરે હુમલો કર્યો. મેં જઈને તેને બચાવ્યો, તેણે મારા પર પણ હુમલો કર્યો. જે બાદ  ભાઈ સાથે હોસ્પિટલ ગયો હતો. પીએમ મોદીએ ધીરજને પૂછ્યું કે શું તમે મગરથી ડરતા નથી? તેના પર તેણે કહ્યું કે, તે સમયે મને મારા ભાઈઓની ચિંતા હતી. હું બીજું કંઈ વિચાર્યુ જ નહીં

આ સિવાય પીએમ મોદીએ અન્ય એક રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા શિવાંગી કાલેને પણ શુભેચ્છા પાઠવી છે. તેણે ટ્વીટ કર્યું કે 6 વર્ષની ઉંમરે શિવાંગી કાલેએ પોતાની નિર્ભયતા બતાવી અને તેની માતા અને બહેનને કરંટથી બચાવ્યા. શિવાંગી કાલેને બહાદુરીના ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) 2022 એનાયત કરવામાં આવ્યો છે.