Not Set/ હાથરસનાં દુઃખી પરિવારને મળવાથી મને દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે : રાહુલ ગાંધી

  કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં પાર્ટીનાં સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ શનિવારે બપોરે હાથરસમાં કથિત ગેંગરેપ કેસનો ભોગ બનેલા પરિવારની મુલાકાત લેશે. દરમિયાન રાહુલે ટ્વિટ કર્યું છે કે દુનિયાની કોઈ શક્તિ મને હાથરસનાં આ દુઃખી પરિવારને મળવા અને તેમની પીડા શેર કરવામાં રોકી શકે નહીં. આ અગાઉ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગુરુવારે […]

India Uncategorized
65b6eb61d6951a21c36b7e5c2e7f17b8 હાથરસનાં દુઃખી પરિવારને મળવાથી મને દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે : રાહુલ ગાંધી
65b6eb61d6951a21c36b7e5c2e7f17b8 હાથરસનાં દુઃખી પરિવારને મળવાથી મને દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે : રાહુલ ગાંધી 

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં પાર્ટીનાં સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ શનિવારે બપોરે હાથરસમાં કથિત ગેંગરેપ કેસનો ભોગ બનેલા પરિવારની મુલાકાત લેશે. દરમિયાન રાહુલે ટ્વિટ કર્યું છે કે દુનિયાની કોઈ શક્તિ મને હાથરસનાં આ દુઃખી પરિવારને મળવા અને તેમની પીડા શેર કરવામાં રોકી શકે નહીં.

આ અગાઉ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગુરુવારે પીડિત પરિવારને મળવા માટે હાથરસની મુલાકાત અટકાવીને અટકાયત કરી હતી. બીજી તરફ કોંગ્રેસે દાવો કર્યો હતો કે રાહુલ અને પ્રિયંકાને ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. પક્ષનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસનાં ઘણા સાંસદ હાથરસની મુલાકાત લેશે અને શોકગ્રસ્ત પરિવારને મળશે. સૂત્રોએ કહ્યું, “કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પરિવારને મળશે અને તેમની ચિંતાઓ સાંભળશે અને પીડિત અને પરિવાર માટે ન્યાયની માંગ કરશે.”

નોંધપાત્ર વાત એ છે કે, 14 સપ્ટેમ્બરે 19 વર્ષીય દલિત યુવતી પર હાથરસમાં ચાર યુવકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હતો અને મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ બુધવારે રાત્રે તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો કે પોલીસે તેમને રાત્રે અંતિમ સંસ્કાર કરવા દબાણ કર્યું. જો કે, સ્થાનિક પોલીસનું કહેવું છે કે “અંતિમ સંસ્કાર પરિવારની ઇચ્છા મુજબ કરવામાં આવ્યા હતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.