Pitru Paksh: અકાળ મૃત્યુ પામનારા પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે પિતૃ પક્ષની ચતુર્દશી તિથિ (Pitru Paksh Chaturdashi Tithi)ને નિર્ધારિત કરવામાં આવેલી છે. આ તિથિનો સંબંધ ભગવાન શિવ સાથે હોવાથી આ દિવસે જ શિવ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવાનો અવસર છે પિતૃ પક્ષ (Pitru Paksh 2026)! આ દરમિયાન, લોકો પોતાના પિતૃઓ નિમિત્તે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન અને દાન-પુણ્ય કરે છે. આ પિતૃ પક્ષમાં પ્રત્યેક તિથિનું પોતાનું આગવું મહત્વ રહેલુ છે.
હિન્દુ ધર્મમાં પૂર્વજો અર્થાત્ પિતૃઓનું સ્થાન અત્યંત પૂજનીય માનવામાં આવે છે. સનાતન પરંપરામાં ‘શ્રાદ્ધ મહાલય’ એટલે કે પિતૃપક્ષ (Pitru Paksh 2026) પોત-પોતાના દિવંગત પિતૃઓ પ્રતિ સન્માન, કૃતજ્ઞતા અને શ્રદ્ધા પ્રગટ કરવાનો એક ખાસ અવસર છે. એવી માન્યતા છે કે, આ 15-16 દિવસ દરમિયાન આપણા પિતૃઓ સૂક્ષ્મ સ્વરુપે ધરતી પર આવે છે અને પોતાના કુટુંબીજનો દ્વારા કરવામાં આવેલા તર્પણ તથા દાન-પુણ્યથી તૃપ્ત થઈને સુખ-સમૃદ્ધિ અને શાંતિના આશિષ આપે છે.
પિતૃનું શ્રાદ્ધ કરવાનું મહત્વ (Pitru Shraddh 2026 Importance)
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ (Pitru Paksh 2026)ના 16 દિવસોનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં આપણે આપણા પૂર્વજો (Ancestors)ને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ (Shraddh) અને દાન-પુણ્ય કરીએ છીએ. માન્યતા છે કે પિતૃપક્ષ (Pitru Paksh 2026) દરમિયાન સાચા મનથી કરવામાં આવેલી પૂજા માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારને લાભ આપે છે. પિતૃઓના આશીર્વાદ (Blessings)થી જ ઘરમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.
સામાન્ય રીતે, લોકો દિવંગત પરિજનોની મૃત્યુતિથિ અનુસાર શ્રાદ્ધ અને તર્પણ (Shraddh & Tarpan) કરે છે. પરંતુ જેમનુ નિધન (Death) અલ્પ આયુ અથવા તો કોઈ અઘટિત કારણોસર થયેલું હોય એમના માટે પિતૃ પક્ષમાં કેટલાક વિશેષ કર્મો કરવાનું વિધાન જણાવેલું છે. તો ચાલો જાણીએ…અકાળ મૃત્યુ (Untimely Death) પામનારા માટે ચતુર્દશીનું શાથી મહત્વ છે અને આ દિવસે કયો ઉપાય કરવો જોઇએ?

ચતુર્દશી તિથિ વિશેષ કેમ છે? (Pitru Paksh Chaturdashi)
અકાળ મૃત્યુ પામનારા પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે પિતૃ પક્ષની ચતુર્દશી તિથિ (Pitru Paksh Chaturdashi Tithi)ને નિર્ધારિત કરવામાં આવેલી છે. આ તિથિનો સંબંધ ભગવાન શિવ સાથે હોવાથી આ દિવસે જ શિવ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ સંજોગોમાં આ દિવસે શિવ આરાધના કરીને દિવંગત પરિજનની આત્મા (Soul)ની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
શ્રાદ્ધનો શુભ સમય (Chaturdashi Shraddh 2026 Time & Date)
જ્યોતિષ પંચાંગ મુજબ, ચતુર્દશી તિથિ (Pitru Paksh Chaturdashi) 8 ઑક્ટોબર 2026ના રોજ રાત્રે 10:15 વાગ્યાથી 9 ઑક્ટોબર રાત્રે 09:35 વાગ્યા સુધી રહેશે. ચતુર્દશી શ્રાદ્ધ માટે કુતુપ મુહૂર્ત સવારે 11:45 છી બપોરે 12:31 વાગ્યા સુધીનું રહેશે.
ત્યાર બાદ, રૌહિણ મુહૂર્ત 12:31 થી 01:18 વાગ્યા સુધીનું અને બપોરનું મુહૂર્ત 01:18 થી 03:38 વાગ્યા સુધીનું રહેશે. આ જ સમયાવધિમાં શ્રાદ્ધ અને તર્પણ સંલગ્ન કર્મો (Karmas) કરી શકાય છે.

અકાળ મૃત્યુ (Untimely Death) શું છે?
જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ એની નિર્ધારિત આયુ કરતા વહેલા થઈ જાય છે એને ધાર્મિક પરંપરા અનુસાર અકાળ મૃત્યુ ગણવામાં આવે છે. દુર્ઘટના, આગ, ગંભીર બીમારી, વિષ વગેરે કારણોસર ઓછી વયમાં થનારી મૃત્યુને આની સાથે જોડીને જોવામાં આવે છે. આવા દિવંગત પરિજનો માટે પિતૃ પક્ષમાં ચતુર્દશીનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે.
ચતુર્દશીના શ્રાદ્ધના દિવસે સવારે સ્નાન કર્યા બાદ એક લોટામાં ગંગાજળ અને સ્વચ્છ જળ લેવું. એમાં કાળા તલ ઉમેરીને અકાળ મૃત્યુ પ્રાપ્ત થયું હોય એ પરિજનના નામથી શિવજી (Lord Shiva)નો અભિષેક કરવો. મહાદેવને દિવંગત જીવાત્માની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવી. એવી માન્યતા છે કે, આ કર્મનું પુણ્ય ફળ દિવંગતને સમર્પિત કરવાથી એને પહોંચે છે.
શ્રીમદ્ ભગવદ્પુરાણનો પાઠ કરવો
પિતૃ પક્ષ દરમિયાન જે સ્વજનો અકાળ મૃત્યુને ભેટ્યાં હોય એમના માટે શ્રીમદ્ ભગવદ્પુરાણ (Shreemad Bhagvad Puran)ના મહાત્મ્યનું પઠન કરવું વિશ્ષ માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં 15 દિવસો દરમિયાન એમનું પઠન અથવા તો શ્રવણ કરવાનું મહાત્મ્ય છે અને દિવંગત જીવાત્માની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કેરિયરમાં પ્રગતિ અને વેપારમાં લાભ…પિતૃ પક્ષમાં આ 5 નસીબવંતી રાશિઓ પર વરસશે પિતૃઓની વિશેષ કૃપા..!
આ પણ વાંચો: પિતૃ પક્ષની આ 3 તિથિઓ છે સૌથી વિશેષ….ભૂલે-ચૂકે પણ ન ચૂકતા શ્રાદ્ધ-તર્પણ…!
આ પણ વાંચો:
