Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સીડીની સંખ્યા 5, 8, 11, 14 અથવા એવા જ ક્રમમાં રાખવામાં આવે છે. આની પાછળ વાસ્તુ (Sidi Vastu)નું એક ખાસ ગણિત કાર્ય કરે છે. તો જાણીએ…શું છે સીડીની સંખ્યા સાથે જોડાયેલી ફોર્મ્યુલા?
સનાતન ધર્મની માન્યતા અનુસાર, વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા ઘરમાં સદા આનંદ પ્રવર્તે છે. આ જ કારણ છે કે ઘર બનાવતી વખતે નાની-નાની વસ્તુઓનું પણ વાસ્તુના દ્રષ્ટિકોણથી ધ્યાન રાખવામાં આવે છે. દાદરાની સંખ્યા વિશે વાસ્તુશાસ્ત્રમાં દિશા અને સ્થાન (Direction & Place) ઉપરાંત એની કેટલી સંખ્યા હોવી જોઇએ એના નિયમો જણાવવામાં આવ્યા છે. આ જ કારણ છે કે સીડીની સંખ્યા 5, 8, 11, 14 અથવા એવા જ ક્રમમાં રાખવામાં આવે છે. આની પાછળ વાસ્તુનું એક ખાસ ગણિત (Vastu Maths) કાર્ય કરે છે. તો જાણીએ…શું છે સીડીની સંખ્યા સાથે જોડાયેલી ફોર્મ્યુલા?

શું છે ઈન્દ્ર-યમ-રાજનો નિયમ (Sidi Vastu Niyam)
વાસ્તુ શાસ્ત્ર (Sidi Vastu)માં સીડીઓની સંખ્યા નિશ્ચિત કરવા માટે ઇન્દ્ર, યમ અને રાજનો ક્રમ દર્શાવવામાં આવેલો છે. આ ગણતરી અનુસાર, એ સંખ્યાઓને શુભ માનવામાં આવે છે જેને 3થી ભાગીએ તો 2 શેષ બચે છે. આ જ કારણ છે કે 5, 8, 11, 14, 17, 20, 23, 26 અને 29 જેવી સંખ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ નિયમ અને એની સાથે જોડાયેલી વ્યાખ્યાઓના સંદર્ભમાં માનસાર વાસ્તુ ગ્રંથના અધ્યાય 30 અને વિશ્વકર્મા પ્રકાશ ગ્રંથના અધ્યાય 54 માં પણ દર્શાવવામાં આવે છે.
ઈન્દ્ર, યમ અને રાજનો વાસ્તુ નિયમ અર્થ
વાસ્તુની માન્યતાઓ (Sidi Vastu) અનુસાર, ઈન્દ્ર (Indra)ને સમૃદ્ધિ અને ઐશ્વર્યની સાથે જોડવામાં આવેલા છે. યમ (Yum)નો સંબંધ ક્ષય અને અડચણ સાથે માનવામાં આવે છે. જ્યારે રાજ (Raj)ને સ્થિરતા અને સફળતાનું પ્રતીક દર્શાવવામાં આવેલું છે. સીડીઓની સંખ્યાની ગણતરીમાં આ 3 ચરણોના ક્રમને આધાર માનવામાં આવે છે.
સીડીઓને ગણતી વખતે ધ્યાન રાખો
સીડીઓની સંખ્યા (Number of Staircase) ગણતી વખતે ફક્ત પગમાં નીચે આવતા સ્ટેપ્સને જ ગણવામાં નથી આવતા. એક માળની ફર્શથી બીજા માળની પરસાળને અને બીજા માળ સુધીના ઊંચાઇવાળા હિસ્સાને પણ ગણતરીમાં સામેલ કરવામાં આવે છે.

શું 20 સીડીઓ શુભ છે?
Sidi Vastu મુજબ, સીડીની સંખ્યા 10, 20 અથવા એવા કોઈ અંક પર ખતમ ન થવી જોઇએ કે જેમાં શૂન્ય (Zero) આવતું હોય! વાસ્તુની માન્યતા અનુસાર, શૂન્ય પર ખતમ થનારી સંખ્યા ઊર્જાના પ્રવાહમાં એક બંધિયાર સ્થિતિનું નિર્માણ કરે છે. આનાથી ઘરના સભ્યોની પ્રગતિ અને સૌભાગ્યમાં અડચણ ઊભી થાય છે આથી સીડીઓની સંખ્યા નિયત કરતા પહેલા આ નિયમનું ધ્યાન રાખવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો :
આ પણ વાંચો : નવી ગાડી કે ઘરનો સામાન ખરીદતી વખતે કેમ કરવામાં આવે છે હળદર-કંકુનો ઉપયોગ? જાણો આ પ્રાચીન પરંપરા પાછળનું ધાર્મિક મહત્વ
આ પણ વાંચો : સવાર-સવારમાં આટલી ભૂલો ન કરવી! ઉઠતા જ અરીસો જોવો એ વાસ્તુદોષ બની શકે!!
