Not Set/ રણજી ટ્રોફી : પુજારા અને શેલ્ડનની સદી સાથે સૌરાષ્ટ્ર પહોંચ્યું ફાઈનલમાં

બેંગલુરુ, બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમિફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે જીત સાથે જ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પહેલા સૌરાષ્ટ્રને કર્ણાટકની ટીમે ૨૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ચેતેશ્વર પુજારા અને શેલ્ડન જેક્શનની શાનદાર સદી સાથે સૌરાષ્ટ્રની ટીમે ૫ વિકેટે વટાવી ત્રીજીવાર ફાઈનલની ટિકિટ […]

Trending Sports

બેંગલુરુ,

બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમિફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે જીત સાથે જ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

આ પહેલા સૌરાષ્ટ્રને કર્ણાટકની ટીમે ૨૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ચેતેશ્વર પુજારા અને શેલ્ડન જેક્શનની શાનદાર સદી સાથે સૌરાષ્ટ્રની ટીમે ૫ વિકેટે વટાવી ત્રીજીવાર ફાઈનલની ટિકિટ મેળવી છે.

સૌરાષ્ટ્રની ટીમના વિજયમાં ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ ૧૩૧ રન અને શેલ્ડન જેક્શને ૧૦૦ રન બનાવ્યા હતા.  પુજારાની આ ૧૩૧ રનની ઇનિંગ્સ સાથે તેઓના કેરિયરની આ ૪૯મી ડોમેસ્ટિક સદી છે.

જો કે ત્યારબાદ હવે રણજીટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો ૩ ફેબ્રુઆરીએ વિદર્ભની ટીમ સામે થશે. વિદર્ભની ટીમે પહેલી સેમિફાઈનલ મેચમાં કેરળને એક ઇનિંગ્સ અને ૧૧ રનથી હાર આપી હતી.