Entertainment News: બોલીવુડ સિંગર અને રૅપર યોયો હની સિંહ (Bollywood Singer Yo Yo Honey Singh)ના મહારાષ્ટ્રના પૂણે કોન્સર્ટને અનુલક્ષીને મોટો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના જિલ્લા ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરે પૂણેના પોલીસ કમિશ્નર (Police Commissioner) ને પત્ર લખીને અનુરોધ કર્યો છે કે, હની સિંગને અમુક વિવિદાસ્પદ ગીતો ગાવા દેવામાં ન આવે…
હની સિંહ (Honey Singh) સામે ફરિયાદ
પત્રમાં એમણે આ સિંગરના એવા સાત ગીતો ( Controversial Songs)નો ઉલ્લેખ કર્યો છે જે ગીતોમાં વન બૉટલ ડાઉન, ચાર બોતલ વોડકા, મનાલી ટ્રાન્સ, ધીસ પાર્ટી ગેટિંગ હૉટ, મખના, ગોલિયાં અને મિલિયનેયર સામેલ છે. આ સંબંધિત ફરિયાદ ચંદીગઢના પ્રોફેસર પંડિતરાવ ધરેનવર દ્વારા કરવામાં આવી છે.

પ્રોફેસરે પત્ર દ્વારા કરી ફરિયાદ
હની સિંહનો શો 4 એપ્રિલ 2006ના રોજ મહાલક્ષ્મી લૉન્સ, પૂણે (Pune) ખાતે યોજાનાર છે. જો કે, એવું જાણવા મળ્યું છે કે મુંબઈમાં 4 થી તારીખે ખરાબ મોસમને અનુલક્ષીને એને 18 એપ્રિલના રોજ આયોજીત કરવામાં આવશે. આ શો એના My Story ટૂર અંતર્ગત થઇ રહ્યો છે. એને લઇને ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર (Child Protection Officer)ને લખવામાં આવેલા પત્રમાં પ્રોફેસરે કહ્યું છે કે, આ ગીતોમાં દારુ, નશીલા પદાર્થો અને બંદૂક સંસ્કૃતિ (Alcohol, Drugs and Gun culture) ને ગ્લોરિફાઈ કરવામાં આવે છે!

અશ્લીલ ભાષામાં પ્રયોગ કરતા અટકાવવાની માગણી
આ સાથે જ સ્ટેજ પર અશ્લીલ ભાષાપ્રયોગ (Vulgar Language) ને અટકાવવાની પણ માગણી કરવામાં આવેલી છે. એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ પ્રવેશ કરી શકે છે. આ સંજોગોમાં બાળકો પર ખરાબ અસરો પડી શકે છે.
આ પત્રમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટ (High Court) દ્વારા આપવામાં આવેલા એક નિર્ણયનો હવાલો પણ આપવામાં આવ્યો છે, જેમાં બાળકો પર ખોટી અસર કરનારા કન્ટેન્ટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એમણે હની સિંહ પર હાલમાં જ મુંબઈના શોમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ અગાઉ પણ થઇ ચૂકી છે એફઆઈ આર
આ પહેલા હની સિંહનો શો 28 માર્ચે બાંદ્રા ખાતેના MMRDA ગ્રાઉન્ડ્સમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ શોમાં હની સિંહે પોતાના ગીત મિલિયનેયર (Millionaire Song) પર પરફોર્મ કરતા એક ભવ્ય રોલ્સરૉયસ કારમાં સ્ટેજ પર એન્ટ્રી કરી હતી. જો કે, આ દરમિયાન, એ ડ્રિંક કરતો જોવા મળ્યો હતો! આ પહેલા શોના આયોજકોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એના પર આક્ષેપ છે કે એણે મુંબઈ એરપોર્ટ પાસેના સંવેદનશીલ ક્ષેત્રમાં અનુમતિ લીધા વિના લેઝર લાઇટ્સનો ઉપયોગ કર્યો જેનાથી વિમાનોની સુરક્ષાને જોખમ ઊભુ થઇ શક્યું હોત!
આ પણ વાંચો: જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!
આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી
