Breaking Sports News/ એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું

Asian Games 2026ના મહિલા ક્રિકેટ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 147 રને હરાવીને સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્મૃતિ માંધાના અને દીપ્તિ શર્માનું શાનદાર પ્રદર્શન રહ્યું.

Top Stories Trending Sports
Asian Games

Asian Games 2026 Women Cricket Final India vs Sri Lanka:  એશિયન ગેમ્સ 2026ના મહિલા ક્રિકેટના ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં શ્રીલંકાને 147 રનથી હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતની આ જીત સાથે મહિલા ક્રિકેટમાં પોડિયમ ફિનિશ પણ નક્કી થઈ ગયું છે. ભારતે ગોલ્ડ, શ્રીલંકાએ સિલ્વર જ્યારે પાકિસ્તાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

India Women Circket Team

ભારતે ફાઇનલમાં ઉભો કર્યો મોટો સ્કોર

ટોસ જીતીને ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય બેટર્સે આ નિર્ણયને યોગ્ય સાબિત કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 216 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો. આ સાથે ભારતે એશિયન ગેમ્સના(Asian Games) મહિલા ક્રિકેટમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. શેફાલીએ 29 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ રમી. ત્યારબાદ સ્મૃતિ મંધાનાએ 45 બોલમાં 79 રન બનાવીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો. તેમની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થયો હતો.

રિચા ઘોષે આપ્યો જોરદાર ફિનિશ

ઇનિંગના અંતિમ તબક્કામાં રિચા ઘોષે તોફાની બેટિંગ કરીને ભારતના સ્કોરને 200 રનની પાર પહોંચાડ્યો. રિચાએ માત્ર 22 બોલમાં 49 રન ફટકાર્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો. આ દમદાર બેટિંગના કારણે ભારતે ફાઇનલમાં 216 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો. 217 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે શરૂઆતથી જ દબાણમાં જોવા મળી. ભારતીય બોલર્સ(Asian Games) અને ફિલ્ડર્સના શાનદાર પ્રદર્શનના કારણે શ્રીલંકાની આખી ટીમ માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 147 રનની મોટી જીત મેળવી.

એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો

દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ

ભારત તરફથી દીપ્તિ શર્મા સૌથી સફળ બોલર રહી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શેફાલી વર્માએ બેટિંગ બાદ બોલિંગમાં પણ યોગદાન આપતાં 2 ઓવરમાં માત્ર 3 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શ્રી ચરણી અને શ્રેયાંકા પાટિલે પણ 2-2 વિકેટ ઝડપી હતી. આ રીતે ભારતીય મહિલા ટીમે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં દમદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને હરાવ્યું અને એશિયન ગેમ્સમાં(Asian Games) સતત બીજી વખત મહિલા ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીતીને પોતાની શાનદાર સફર આગળ ધપાવી.


આ પણ વાંચો :ભારતનો જાપાન સામે 2 રનથી રોમાંચક વિજય, બેટિંગ નિષ્ફળ રહી પણ બોલરોએ બચાવી લાજ

આ પણ વાંચો :સોનમ મસ્કરની એશિયન ગેમ્સની સિલ્વર જીત પાછળ પિતાનો મોટો ત્યાગ, રાઇફલ માટે જમીન વેચી

આ પણ વાંચો :એશિયન ગેમ્સ 2026 માં ભારતીય મહિલા હોકી ટીમનો ઈતિહાસ: ઇન્ડોનેશિયાને 17-1 થી કચડીને મેળવી ઐતિહાસિક જીત