Not Set/ જમ્મુ કાશ્મીર/ શ્રીનગરમાં આતંકીઓએ CRPF પોસ્ટ પર કર્યો ગ્રેનેડ હુમલો, બે નાગરિક ઘાયલ

જમ્મુ કાશ્મીર પર આતંકીઓ ખરાબ નજર રાખી રહ્યા છે અને આતંકીઓ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે આતંકીઓએ શ્રીનગરને નિશાન બનાવ્યું છે. શ્રીનગરના હબાક ચોક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકો ઘાયલ પણ થયા છે. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી […]

Top Stories

જમ્મુ કાશ્મીર પર આતંકીઓ ખરાબ નજર રાખી રહ્યા છે અને આતંકીઓ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે આતંકીઓએ શ્રીનગરને નિશાન બનાવ્યું છે. શ્રીનગરના હબાક ચોક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં 3 લોકો ઘાયલ પણ થયા છે.

ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં સીઆરપીએફની ટીમને પણ નિશાન બનાવવામાં આવી હતી. જો કે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.

આપને જણાવી દઇએ કે આ પહેલા પણ આતંકીઓએ શ્રીનગરમાં જ સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગ્રેનેડ એટેક દરમિયાન, ગ્રેનેડ ટ્રાન્સફોર્મર સાથે અથડાયો હતો, જેનાથી મોટો અકસ્માત ટળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.