Ahmedabad News/ અમદાવાદમાં ચામચીડિયાં કારણે બ્રિજ તપાસ જ થઈ નહીં, સુભાષબ્રિજ ઈન્સપેકશનમાં ગંભીર બેદરકારી બહાર

તમામ મુખ્ય બ્રિજ (Bridge)નું બે વખત ઈન્સપેકશન(Inspection) કરવામાં આવશે. આ કિસ્સો દર્શાવે છે કે આ જાહેરાતો માત્ર કાગળ પૂરતી જ રહી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
તમામ મુખ્ય બ્રિજ (Bridge)નું બે વખત ઈન્સપેકશન(Inspection) કરવામાં આવશે.

Ahmedabad News:અમદાવાદ (Ahmedabad) શહેરના સુભાષબ્રિજ ઈન્સપેકશન(Subhash Bridge Inspection) પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારી હવે સામે આવી છે. 4 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી સુભાષબ્રિજ (Subhash Bridge) તમામ પ્રકારની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ બંધ પાછળનું કારણ માત્ર રિપેરિંગ નથી, પરંતુ બ્રિજ ઈન્સપેકશનની  પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારી હવે સામે આવી છે.

સુભાષબ્રિજ (Subhash Bridge) નીચે ચામચીડિયાં (Bats) હોવાના કારણે તપાસ જ ન થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જુલાઈ 2025માં જાહેર કરાયેલા બ્રિજ ઈન્સપેકશન (Bridge Inspection) રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે સુભાષબ્રિજના નીચેના ભાગમાં ચામચીડિયાં (Bats)ની ભારે હાજરીને કારણે સંપૂર્ણ ઈન્સપેકશન (Inspection)થઈ શક્યું જ નથી.

સુભાષબ્રિજ (Subhash Bridge) નીચે ચામચીડિયાં (Bats) હોવાના કારણે તપાસ જ ન થઈ

AMCના જ રીપોર્ટમાં ખુલી પોલ

આશ્ચર્યજનક વાત એ છે કે આ ખુલાસો કોઈ બહારની એજન્સી કે વિપક્ષ દ્વારા નહીં, પરંતુ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર રીપોર્ટમાં જ થયો છે. રીપોર્ટમાં એક તરફ સુભાષબ્રિજ ને “સેફ” જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ સ્વીકારવામાં આવ્યું છે કે બ્રિજ ના બોક્સ સેગમેન્ટ અને નીચેના ભાગનું ઈન્સપેકશન(Inspection) ચામચીડિયાં (Bats)ના કારણે શક્ય બન્યું નથી.

આ પ્રકારની સ્વીકારોક્તિ એ બતાવે છે કે બ્રિજસુરક્ષા બાબતે માત્ર કાગળ પર કામ થયું છે, જમીન પર નહીં.

મોરબી બ્રિજ(Morbi Bridge) દુર્ઘટના અને ગંભીરાબ્રિજ(Gambhira Bridge) જેવી ઘટનાઓ બાદ

મોરબી અને ગંભીરા દુર્ઘટના બાદ પણ બેદરકારી

મોરબી બ્રિજ(Morbi Bridge) દુર્ઘટના અને ગંભીરાબ્રિજ(Gambhira Bridge) જેવી ઘટનાઓ બાદ રાજ્ય સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે શહેરના તમામ બ્રિજ નું બિફોર મોન્સૂન અને આફ્ટર મોન્સૂન ઈન્સપેકશન(Inspection) ફરજિયાત કરવું.

આ અંતર્ગત AMC દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરના તમામ મુખ્ય બ્રિજ નું બે વખત ઈન્સપેકશન(Inspection) કરવામાં આવશે. પરંતુ સુભાષબ્રિજનો કિસ્સો દર્શાવે છે કે આ જાહેરાતો માત્ર કાગળ પૂરતી જ રહી.

ગંભીરાબ્રિજ(Gambhira Bridge) જેવી ઘટનાઓ બાદ રાજ્ય સરકારે સ્પષ્ટ આદેશ

307 કરોડ વધુ ચૂકવાયા છતાં સુરક્ષા શંકાસ્પદ

વર્ષ 2019-20થી 2025-26 દરમિયાન અમદાવાદ શહેરમાં ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ  સહિત 35 બ્રિજ માટે અંદાજે 1683.28 કરોડ રૂપિયાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવમાં કોન્ટ્રાક્ટરોને 1991.27 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા, એટલે કે અંદાજ કરતા 307 કરોડ રૂપિયા વધુ.

આટલો મોટો ખર્ચ થયા છતાં જો બ્રિજનું મૂળભૂત ઈન્સપેકશન(Inspection) પણ ન થાય, તો એ ગંભીર પ્રશ્ન ઉભો કરે છે કે જાહેર નાણાંનો ઉપયોગ કેટલો જવાબદારીપૂર્વક થયો છે?

વિપક્ષના ગંભીર આક્ષેપ

AMC બોર્ડ બેઠક દરમિયાન વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે આ મુદ્દે તીખો હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,“આ એજ એજન્સી છે જેમણે ગંભીરાબ્રિજ નું ઈન્સપેકશન(Inspection) કર્યું હતું. તેમ છતાં ફરીથી આ જ એજન્સીને 35 બ્રિજ ની જવાબદારી સોંપવામાં આવી.” તેમણે વધુમાં જણાવ્યું કે જુલાઈમાં આ એજન્સીએ સુભાષબ્રિજ ને સેફ જાહેર કર્યો હતો, પરંતુ હવે ખુદ રીપોર્ટમાં સ્વીકારવામાં આવી રહ્યું છે કે બ્રિજના નીચેના ભાગનું ઈન્સપેકશન(Inspection) થયું જ નથી.

ચામચીડિયાં(Bats) બહાનું કે હકીકત?

રીપોર્ટમાં ચામચીડિયાં (Bats)ની હાજરીને કારણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ કોઈ સ્વીકાર્ય બહાનું હોઈ શકે?

જો બ્રિજ (Bridge)ની નીચે જોખમી સ્થિતિ છે, તો:

યોગ્ય સુરક્ષા સાધનો સાથે તપાસ કેમ ન થઈ?

ચામચીડિયાં (Bats)દૂર કરવાની પૂર્વ વ્યવસ્થા કેમ ન કરવામાં આવી?

અધૂરી તપાસ છતાં બ્રિજને સેફ જાહેર કેમ કરાયો?

આ બધા પ્રશ્નો હવે શહેરના નાગરિકોમાં ભય અને રોષ બંને પેદા કરી રહ્યા છે.

વિશ્વાસનો સેતુ તૂટી રહ્યો છે

સુભાષબ્રિજ માત્ર એક માળખું નથી, પરંતુ લાખો નાગરિકોની રોજિંદી અવરજવરનો આધાર છે. જો આવા મહત્વના બ્રિજના ઈન્સપેકશન (Inspection)માં આટલી ગંભીર બેદરકારી થાય, તો જાહેર સુરક્ષા અને પ્રશાસન પરનો વિશ્વાસ તૂટતો જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુભાષબ્રિજની ઘટના બાદ AMC તંત્ર જાગ્યું, ઇન્કમટેક્સ બ્રિજ પર ભારે વાહનોના પર પ્રતિબંધ

આ પણ વાંચોઃસુભાષબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાતા વાહનચાલકોને ભારે હાલાકી

આ પણ વાંચોઃઅમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ મામલે મનપાનું ઇન્સ્પેકશન પૂર્ણ