Stock Market/ શેરબજારમાં સારી શરૂઆત બાદ બજાર નિરાશાજનક રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં થયો ઘટાડો

સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. બજારના અંતે BSE સેન્સેક્સમાં 670 પોઈન્ટનો અને નિફ્ટીમાં 198 પોઈન્ટના ઘટાડા નોંધાયો.

Top Stories Business

સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઘટાડાથી બેન્કિંગ, એફએમસીજી અને મિડકેપ શેરોને સૌથી વધુ અસર થઈ છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 670 પોઈન્ટના ઘટાડા સાથે 71,355 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 198 પોઈન્ટના ઘટાડા સાથે 21,513 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં બજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ લગભગ રૂ. 3 લાખ કરોડ ઘટીને રૂ. 366.51 લાખ કરોડ પર બંધ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 369.23 લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ મૂડીમાં રૂ. 2.72 લાખ કરોડનો ઘટાડો થયો છે.

ડિસેમ્બરના અંતમાં કંપનીઓના IPOને સફળતા મળી હતી. જેના બાદ 2024ની શરૂઆતના અઠવાડિયામાં પણ રોકાણકારો IPOમાં રોકાણ કરી લાભ મેળવી શકશે. વર્ષના પ્રથમ માસના બીજા સપ્તાહમાં અંદાજે રૂ. 1110 કરોડના મૂલ્યના એક મેઈનબોર્ડ અને ત્રણ એસએમઈ આઈપીઓ બજારમાં આવશે. આગામી સમયમાં જ્યોતિ CNC ઓટોમેશન, IBL ફાઇનાન્સ લિમિટેડ, ન્યૂ સ્વાન મલ્ટીટેક અને ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલરના IPO મેઇનબોર્ડ પર આવવાના છે. જ્યારે સેબી પાસે લગભગ 36 જેટલી કંપનીઓના IPO દરખાસ્ત માટે આવ્યા છે. આમાંથી 28 કંપનીઓને સેબીએ આઈપીઓ લાવવાની મંજૂરી આપી છે. આ જોતા કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા બજારમાં IPOનું આગમન થતું રહેશે.