Antarctica Untersee Lake: પૃથ્વીના દક્ષિણ ધ્રુવ એટલે કે અંટાર્કટિકા વિશે આપણે ઘણું સાંભળ્યું છે, પરંતુ અહીંની ‘અન્ટર-સી’ (Untersee) લેક દુનિયાની સૌથી અનોખી જગ્યાઓમાંની એક છે. ક્વીન મૌડ લેન્ડના પહાડો વચ્ચે આવેલી આ તળાવ આખું વર્ષ બરફની જાડી પરત નીચે દબાયેલી રહે છે. તાજેતરમાં નાસા (NASA) ના ઉપગ્રહ લેન્ડસેટ-9 દ્વારા લેવામાં આવેલી તસવીરોએ આ થીજી ગયેલી દુનિયાના અનેક ચોંકાવનારા રહસ્યો ખોલ્યા છે.
શૂન્યથી પણ નીચે તાપમાન, છતાં પાણી કેમ નથી થીજતું?
આ વિસ્તારમાં સરેરાશ તાપમાન શૂન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે રહે છે. છતાં, સૂર્યના કિરણો બરફની પરતમાંથી પસાર થઈને નીચેના પાણીને થોડું ગરમ રાખે છે. આ તળાવ લગભગ 558 ફૂટ ઊંડું છે. અહીંનું પાણી અત્યંત આલ્કલાઇન (બેઝિક) છે, જેમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધારે છે અને કાર્બન ડાયોક્સાઈડ નહિવત છે.
Antarctica ના 3 અબજ વર્ષ જૂના જીવનની ઝલક
વૈજ્ઞાનિકો માટે આ તળાવ એક ‘ટાઇમ મશીન’ જેવું છે. અહીં ‘સ્ટ્રોમેટોલાઇટ્સ’ (Stromatolites) નામની અદભૂત રચનાઓ જોવા મળે છે, જે પ્રકાશસંશ્લેષણ કરતા બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે.
વિશાળ કદ: વર્ષ 2011 માં ડેલ એન્ડરસનની ટીમે અહીં અડધા મીટર ઊંચા કોનિકલ સ્ટ્રોમેટોલાઇટ્સ શોધી કાઢ્યા હતા, જે અન્ય કોઈપણ અંટાર્કટિક (Antarctica) તળાવ કરતા ઘણા મોટા છે.
પ્રાચીન ઇતિહાસ: આ જીવો પૃથ્વી પર 3 અબજ વર્ષ પહેલાં જ્યારે માત્ર સૂક્ષ્મજીવોનું જ અસ્તિત્વ હતું, તે સમયના જીવનની ઝલક આપે છે.
ટાર્ડીગ્રેડ્સ: અહીં જોવા મળતો સૌથી મોટો જીવ ‘ટાર્ડીગ્રેડ’ છે, જે પૃથ્વીના સૌથી કઠિન જીવોમાં ગણાય છે.
અંતરિક્ષ વિજ્ઞાન માટે મહત્વની કડી
ખગોળશાસ્ત્રીઓ આ તળાવને મંગળ ગ્રહ અથવા ગુરુના ચંદ્ર ‘યુરોપા’ જેવી જગ્યાઓ માટે એક મોડેલ માને છે. જો અંટાર્કટિકાના (Antarctica)બરફ નીચે આવું જીવન ટકી શકતું હોય, તો બ્રહ્માંડના અન્ય બરફીલા ગ્રહો પર પણ જીવનની શક્યતા નકારી શકાય નહીં.
અચાનક આવેલા ફેરફારો અને કુદરતી પ્રલય
વર્ષ 2019 માં ઓટાવા યુનિવર્સિટીના સંશોધનમાં બહાર આવ્યું કે પાસેની ઓબર-સી તળાવ ફાટવાને કારણે 1.75 કરોડ ક્યુબિક મીટર પાણી અચાનક આ અન્ટર-સી લેકમાં ધસી આવ્યું હતું. આ પૂરને કારણે તળાવની કેમિસ્ટ્રી બદલાઈ ગઈ હતી, જેણે ત્યાંના સૂક્ષ્મજીવોની ઉત્પાદકતા વધારી દીધી. જોકે, વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર ફાટવાની આવી ઘટનાઓ અંટાર્કટિકાના (Antarctica) નાજુક ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા
આ પણ વાંચો:ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ
આ પણ વાંચો:શું રેડ સેન્ડ બોઆ ખરેખર નસીબ બદલી શકે છે? જાણો સાપની કિંમત કરોડોમાં હોવા પાછળના ચોંકાવનારા કારણો


