Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદી પર અઢી વર્ષ અગાઉ પુલ બેસી ગયો અને તૂટી ગયો.ત્યાર બાદ ડાઈવરજન બનાવવામા આવ્યો અને તે પણ તૂટી જતા ગત વર્ષે આસરે ચાર કરોડ 30 લાખના ખર્ચે બીજૉ ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યો તે પણ આ વખતના પહેલા જ વરસાદમા ધોવાઈ જતા જિલ્લાવાસીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે.
ભારજ નદી પર બનાવેલો ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિકો જીવના જોખમે કેટલાક પગપાળા તો કેટલાક લોકો બાઇક લઈને નદીમાંથી પસાર થઇ રહ્યા છે સ્થિતિ એ છે કે, એક કિલોમીટરનું અંતર કાપવા માટે લોકોને 30 કિલોમીટરનો લાંબો ફેરો પડે છે. સમય અને પૈસા બચાવવા લોકો બાઇક લઈ તેમજ પગપાળા સીધા નદીમાંથી પસાર થઇ રહ્યા છે.અને તેના વિડીઓ પણ વાઈરલ થઇ રહ્યા છે.

કેટલાક લોકો બાઇક લઈને પસાર થાય છે તો કેટલાક પગપાળા મજબૂરીમાં નદીમાંથી પસાર થવું પડે છે અને જો આ પરિસ્થિતિમાં વરસાદ પડે અને અચાનક પાણી આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે
લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા નેશનલ હાઈવે વિભાગ સામે લોકોમાં આક્રોશ છે.પાવીજેતપુર અને બોડેલી તાલુકાના હજારો નાગરિકો માટે આ રસ્તો રોજે રોજ ની અવરજવર માટે અત્યંત મહત્વનો છે, બ્રિજ અને ત્યાર બાદ ડાઇવરજન તૂટ્યા બાદ કામ અર્થે નીકળતા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી આ નદીને પાર કરી રહ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર અને હાઈવે વિભાગ દ્વારા આ મુદ્દે તાત્કાલિક પગલા ભરવામા આવે અને મોટા પાઇપો નાખી ડાઇવર્જનનુ સમારકામ કરવામાં આવે જેથી નાના વ્હીકલો અને બાઈકો ની અવર જવર શરુ થાય તો લોકોને રાહત મળે. તેવી લોકો માંગ કરી રહ્યા છે.
@સુલેમાન ખત્રી
આ પણ વાંચો:બનાસકાંઠામાં ભારે વરસાદનું તાંડવ: હાઇવે પર વાહનોની લાંબી લાઇનો, 20 ગામોનો સંપર્ક તૂટ્યો
આ પણ વાંચો:આજે સવારથી ખેડા જિલ્લામાં પડ્યો 3.68 ઇંચ વરસાદ, જનજીવન થયું પ્રભાવિત
આ પણ વાંચો:આજે બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ
