Ahmedabad News : અમદાવાદમાં સરસ્વતી સાધના સાઈકલ યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં દસ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
આ કૌભાંડ સંદર્ભે કોંગ્રેસ પ્રવક્તાએ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં સાયકલોની હાલત ભંગાર થઈ ગઈ છે અને ધુળ ખાઈ રહી છે. કોંગ્રેસે ભંગાર સાયકલોમાં ભ્રષ્ટાચાર કરાય છે એવો આક્ષેપ કર્યો હતો.
સરકાર જુની સાયકલને કલર કરીને ફરીથી ખરીદતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નવી સાયકલ ખરીદવા માટેનું ટેન્ડર પણ જાહેર કર્યું હતું. કોંગ્રેસે મુખ્યમંત્રા કાર્યાલયમાંથી તપાસના આદેશ આપવા જોઈએ તેવી માંગણી કરી છે. નવી સાયકલો ઝડપથી લાભાર્થીઓને આપવાની કોગ્રેસે માંગણી કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વો થયા બેફામ, CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું
