World News/ H-1B વિઝા ધારકોની મુશ્કેલી વધશે? અમેરિકામાં 60 દિવસની ગ્રેસ પિરિયડ પર મોટો નિર્ણય શક્ય

અમેરિકી સરકાર H-1B Visa ધારકો માટે નોકરી છૂટ્યા પછી મળતો 30 દિવસનો સમય સમાપ્ત કરવા વિચારી રહી છે. જાણો ભારતીયો પર તેની શી અસર થશે.

international Top Stories World
H-1B Visa

US H-1B Visa 60 Days Grace Period Rule Change: અમેરિકામાં H-1B વિઝા પર નોકરી કરી રહેલા વિદેશી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સરકાર H-1B Visa ધારકોને નોકરી ગુમાવ્યા બાદ નવી નોકરી શોધવા માટે મળતી 60 દિવસની ગ્રેસ પિરિયડમાં ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે.

હાલમાં આ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે અને કોઈ અંતિમ નિયમ લાગુ થયો નથી. આ પ્રસ્તાવ અમેરિકી વ્હાઇટ હાઉસના મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલય એટલે કે OMB સમક્ષ વિચારણા માટે મોકલવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. જો ભવિષ્યમાં 60 દિવસની મુદતને દૂર કરવામાં આવે અથવા તેમાં મોટો ફેરફાર કરવામાં આવે, તો H-1B વિઝા પર કામ કરતા કર્મચારીઓ માટે નોકરી છૂટ્યા બાદ અમેરિકામાં રહેવું વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જયશંકરે પણ અમેરિકામાં ઉઠાવ્યો હતો મુદ્દો

આ મામલો ભારત માટે પણ મહત્વનો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વર્ષે મે મહિનામાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ચર્ચા દરમિયાન ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. રુબિયોએ સ્વીકાર્યું હતું કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર દરમિયાન કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જોકે, અમેરિકી પક્ષનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ ઇમિગ્રેશન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો છે અને તે ખાસ કરીને ભારતને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યા નથી.

બીજી તરફ ગ્રીન કાર્ડની તકની ચર્ચા

આ વચ્ચે H-1B Visa સહિત કેટલાક વિદેશી નાગરિકો માટે ગ્રીન કાર્ડ મેળવવાની નવી સંભાવના અંગે પણ ચર્ચા ચાલી રહી છે. અમેરિકી સેનેટમાં રજૂ થયેલા એક પ્રસ્તાવમાં લાંબા સમયથી અમેરિકામાં રહેતા લોકોને કાયમી નિવાસ માટે અરજી કરવાની તક આપવાની વાત કરવામાં આવી છે. ગ્રીન કાર્ડ મળ્યા બાદ વ્યક્તિને અમેરિકામાં કાયમી રીતે રહેવા અને કામ કરવાની મંજૂરી મળે છે.

હાલ 60 દિવસનો નિયમ શું છે?

વર્તમાન નિયમ પ્રમાણે H-1B Visa કર્મચારીની નોકરી છૂટી જાય તો તેને તરત જ અમેરિકા છોડવું પડતું નથી. સામાન્ય રીતે તેને વધુમાં વધુ 60 દિવસનો સમય મળી શકે છે.આ સમય દરમિયાન તે નવી કંપનીમાં નોકરી શોધી શકે છે. નવી કંપની તેની તરફથી જરૂરી H-1B પ્રક્રિયા શરૂ કરી શકે છે અને નિયમોને આધીન રહીને કર્મચારી નવી નોકરીમાં જોડાઈ પણ શકે છે.

જો આ સમયગાળા દરમિયાન નવી નોકરી ન મળે, તો કેટલીક પરિસ્થિતિમાં વ્યક્તિ અન્ય યોગ્ય વિઝા અથવા ઇમિગ્રેશન સ્ટેટસ માટે અરજી કરવાનો વિકલ્પ શોધી શકે છે. પરંતુ જો વ્યક્તિ પાસે અમેરિકામાં રહેવા માટે કોઈ માન્ય સ્ટેટસ ન રહે, તો તેને દેશ છોડવાની ફરજ પડી શકે છે.

હાલ સૌથી મહત્વની વાત એ છે કે 60 દિવસની ગ્રેસ પિરિયડ અંગે કોઈ અંતિમ ફેરફાર થયો નથી. અમેરિકી સરકારના પ્રસ્તાવ અને તેના પર આગળ લેવાતા નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે કે H-1B Visa કર્મચારીઓ માટે નિયમોમાં ખરેખર શું બદલાશે.


આ પણ વાંચો:ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

આ પણ વાંચો:AIની મદદથી વૈજ્ઞાનિકોએ બનાવ્યા 16 નવા વાઈરસ, જાણો કેમ વધી બાયોસેફ્ટીની ચિંતા?

આ પણ વાંચો:થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ