US Immigration Rules Online Form Mandatory News: અમેરિકામાં ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ ડિજિટલ બનાવવાની દિશામાં મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગ્રીન કાર્ડ (Green Card), નાગરિકતા અને શરણાર્થી અરજી સહિતની અનેક ઇમિગ્રેશન સેવાઓ માટે ઓનલાઈન અરજી ફરજિયાત બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ફેરફારનો સીધો અસર અમેરિકામાં રહેતા અને ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા ભારતીયો પર પણ પડી શકે છે.
180 દિવસથી ઓનલાઈન ઉપલબ્ધ ફોર્મ માટે નવો નિયમ
નવા નિયમ મુજબ, જે ઇમિગ્રેશન(Green Card) ફોર્મ ઓછામાં ઓછા 180 દિવસથી ઓનલાઈન ઉપલબ્ધ છે, તેને ભવિષ્યમાં માત્ર ઓનલાઈન જ ભરવાનું ફરજિયાત બની શકે છે. USCISને કોઈ ફોર્મને માત્ર ઓનલાઈન કરવાની મંજૂરી આપતા પહેલાં ઓછામાં ઓછા 60 દિવસની નોટિસ આપવાની પ્રક્રિયા પણ રાખવામાં આવી છે. આ નિયમ ગ્રીન કાર્ડ માટેની અરજી અને રિન્યુઅલ, પરિવાર આધારિત અરજીઓ, અમેરિકન નાગરિકતા માટેની અરજી, શરણની અરજી, રોજગાર પરમિશન અને ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ જેવી વિવિધ ઇમિગ્રેશન પ્રક્રિયાઓને અસર કરી શકે છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી પડશે?
નવા ડિજિટલ સિસ્ટમ હેઠળ અરજદારો USCISના ઓનલાઈન એકાઉન્ટ દ્વારા અરજી કરી શકશે. કેટલાક કિસ્સામાં ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, જ્યારે અન્ય પ્રક્રિયામાં ભરેલા ફોર્મ અને જરૂરી દસ્તાવેજોની PDF ફાઇલ અપલોડ કરવાની સુવિધા રહેશે. USCISનું કહેવું છે કે ડિજિટલ ફાઇલિંગથી કાગળની કાર્યવાહી ઓછી થશે અને પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા દસ્તાવેજો પરની નિર્ભરતા ઘટશે. સાથે જ ઇમિગ્રેશન સંબંધિત ડેટા સુધી પહોંચવું અને તેનું વિશ્લેષણ કરવું પણ સરળ બનશે.
ઓનલાઈન અરજી ન કરી શકે તો શું થશે?
જે અરજદારો માટે ઓનલાઈન અરજી કરવી મુશ્કેલ હોય, તેઓ છૂટ મેળવવા માટે અલગ ફોર્મ દ્વારા વિનંતી કરી શકશે. USCIS દરેક કેસને અલગથી તપાસ્યા બાદ છૂટ આપવાનો નિર્ણય લઈ શકે છે. આવી છૂટ મેળવતા અરજદારો પાસેથી ફાઇલિંગ ફી(Green Card) ઉપરાંત 25 અમેરિકન ડોલરનો વધારાનો ચાર્જ લેવામાં આવી શકે છે.
ભારતીય અરજદારો માટે શું બદલાશે?
અમેરિકામાં અભ્યાસ, નોકરી અથવા કાયમી વસવાટ(Green Card) માટે રહેતા ભારતીયો માટે આ ફેરફાર મહત્વનો બની શકે છે. ખાસ કરીને H-1B વિઝા ધારકો, ગ્રીન કાર્ડના (Green Card) અરજદારો અને તેમના પરિવારજનોને ઓનલાઈન પ્રક્રિયાનો ઉપયોગ વધુ કરવો પડશે. ડિજિટલ સિસ્ટમથી પોસ્ટલ વિલંબ અથવા દસ્તાવેજો ખોવાઈ જવા જેવી સમસ્યાઓ ઘટી શકે છે. જોકે, ઓનલાઈન અરજી કરતી વખતે દસ્તાવેજો અને માહિતીમાં કોઈ ભૂલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. USCIS ડિજિટલ ડેટા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અરજીઓની પ્રક્રિયા અને ગેરરીતિઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકે છે. તેથી ભારતીય અરજદારો માટે અરજી કરતા પહેલાં તમામ વિગતો અને દસ્તાવેજો યોગ્ય રીતે તપાસવા વધુ મહત્વનું બની જશે.
આ પણ વાંચો:કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર; 240થી વધુના મોત, 2000થી વધુ લોકો ગુમ
આ પણ વાંચો:ચીનમાં ડોલ્ફિન વાવાઝોડાનો આતંક; 1300 ફ્લાઈટ્સ રદ, લાખો લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો:પાકિસ્તાન સરહદે મળી આવી સદીઓ જૂની વસાહત; પુરાતત્વિય સાઇટ પર મોટા ખુલાસા
