Not Set/ #નવરાત્રી 2019 #કેનેડા : જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, વિદેશમાં ગરબાનાં તાલે ઘૂમ્યા ગુજરાતી

વિદેશોમાં થતા ગરબા મોટાભાગે બંધ હોલમાં યોજાતા હોય છે. જ્યા ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં ડાંડીયાની સાથે નાચતા અને ગરબે ઘૂમતા જોવા મળે છે. કેનેડામાં રહેતા ગુજરાતીઓ પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા આવ્યા છે. આપને જણાવી દઇએ કે, કેનેડાના વિવિધ શહેરોમાં વસતા ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન અને નવરાત્રી પછી પણ ગરબાની રમઝટ બોલાવતા હોય છે. […]

Top Stories World Videos

વિદેશોમાં થતા ગરબા મોટાભાગે બંધ હોલમાં યોજાતા હોય છે. જ્યા ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં ડાંડીયાની સાથે નાચતા અને ગરબે ઘૂમતા જોવા મળે છે. કેનેડામાં રહેતા ગુજરાતીઓ પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરતા આવ્યા છે. આપને જણાવી દઇએ કે, કેનેડાના વિવિધ શહેરોમાં વસતા ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન અને નવરાત્રી પછી પણ ગરબાની રમઝટ બોલાવતા હોય છે. જેમાં કેનેડાના એડમોન્ટોન, ઓટાવા, કિચેનેર, મોનટ્રીઅલ અને ટોરેન્ટોનો સમાવેશ થાય છે.

કેનેડામાં અલગ અલગ સીટીમાં નવરાત્રીનાં ગરબાનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે કેનેડામાં રેગિના ખાતે થતા ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.

એક એવો દેશ જ્યા લોકોને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય ન મળતો હોય ત્યા નવરાત્રીનો તહેવાર લોકોને ભેગા થવા સાથે ગરબે ઘૂમવાની એક સારી તક પ્રદાન કરે છે. દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં ભારતીયો વસે છે, ત્યારે આજે પણ મોટાભાગનાં દેશોમાં નવરાત્રીનાં તહેવારને ગરબે ઘૂમી મનાવવામાં આવે છે.

વિદેશમાં થતા ગરબા-રાસનાં કાર્યક્રમને લઇને ગુજરાતીઓમાં પહેલાથી જ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. કહેવાય છે કે ગુજરાતીઓ માટે નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો હોય છે, પછી ભલે તેઓ ગુજરાતની બહાર કોઇ અન્ય રાજ્યમાં વસતા હોય કે અન્ય દેશમાં વસતા હોય. નવરાત્રી દરમિયાન ગુજરાતીઓ કોઇ પણ જગ્યાએ ગરબા રમીને પોતાનો તહેવાર ઉજવે છે.

જુઓ આ વીડિયોમાં કેનાડાનાં રેજિના સીટીમાં ગરબાની ધૂમ

 

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ કહેવતને સાચી ઠેરવતાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ તથા અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ પણ ગરબા કાર્યક્રમનું આયોજન કરે છે તેમાં પણ અહીંનાં મૂળ લોકોને તેની ઉજવણીમાં ભાગીદાર બનાવી ગરબા વિશે અવગત કરાવે છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો