Uttar Pradesh News:ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 11મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીનું (Student) મૃત્યુ ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનને કારણે થયું છે. દિલ્હીની (Delhi) એઈમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું. ડોક્ટરોએ જણાવ્યું કે લાંબા સમય સુધી જંક ફૂડ ખાવાથી તેના આંતરડાને ગંભીર નુકસાન થયું હતું.
વિદ્યાર્થીનીને (Student) ફાસ્ટ ફૂડની આદત મોંઘી પડી

મળતી માહિતી મુજબ,વિદ્યાર્થીની અમરોહાના નાગર કોતવાલી વિસ્તારના અફઘાન મોહલ્લાની રહેવાસી હતી.પરિવારના સભ્યોનું કહેવું છે કે વિદ્યાર્થીનીને (Student) ચાઉમીન, મેગી, પિઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડની આદત હતી. તેની તબિયત થોડા સમયથી બગડતી હતી, ત્યારબાદ તેને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પછી તેની તબિયત વધુ ખરાબ થતાં તેને દિલ્હીમાં એઈમ્સ રિફર કરવામાં આવી હતી.

ડોક્ટરોના મતે, ફાસ્ટ ફૂડના (Fast food) વધુ પડતા સેવનથી વિદ્યાર્થીનીના (Student) આંતરડામાં ગંભીર સમસ્યાઓ થઈ હતી. આંતરડા સાફ કરવા માટે સર્જરી કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીનો જીવ બચાવી શકાયો ન હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. એઈમ્સના ડોક્ટરોએ શરૂઆતમાં વિદ્યાર્થીની સ્થિતિ અને મૃત્યુ માટે ફાસ્ટ ફૂડના સેવનને જવાબદાર ગણાવ્યું છે.પરિવાર આ ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યો છે, અને સ્થાનિક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ કેસને બાળકો અને કિશોરોમાં જંક ફૂડના વધતા વપરાશ અંગે ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:દિલ્હીમાં, ઉત્તર પ્રદેશના ચાર બાળકોના પિતાએ પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં MBAના વિદ્યાર્થીનો નાપાસ થતા ગળાફાંસો ખાઈને આપઘાત
