પંચમહાલના મોરવા હડફ વિધાનસભાના અપક્ષ પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જતા સમયે માર્ગમાં જ નિધનથયું, તેઓની મોરવા હડફના વિરાણીયા ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠેરવી ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરાયા હતા.
કોંગ્રેસના બાહુબલી નેતા અને ગત સાસંદ ઉમેદવાર વેચાતભાઈ ખાંટના પુત્ર છે ભુપેન્દ્ર ખાંટ. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભા બેઠક જીત્યા હતા અને ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
