Gandhinagar News: ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને (Yamal Vyas)ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક બાદ યમલ વ્યાસ ટૂંક સમયમાં ભાજપના મુખ્ય પ્રવક્તા અને સભ્ય પદેથી રાજીનામું આપશે.
બંધારણીય પદ પર નિયુક્તિ માટે આ રાજીનામું જરૂરી છે. રાજીનામું આપ્યા બાદ તેઓ નવી જવાબદારી સંભાળશે. આ જગ્યા છેલ્લા પાંચ વર્ષથી ખાલી હતી. અગાઉ નાણાપંચના અધ્યક્ષ ભરત ગરીવાલ હતા. ખાસ વાત એ છે કે આ નિમણૂક બાદ રાજ્ય સરકારની કરોડો રૂપિયાની પેન્ડિંગ ગ્રાન્ટ મંજૂર થઈ શકશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યમલ વ્યાસ, જેઓ ત્રીજા નાણાં પંચમાં પણ હતા, તેમણે 2011 થી 2015 સુધી ગુજરાત રાજ્યના ત્રીજા નાણાં પંચના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કામ કર્યું છે. તેઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ કાઉન્સિલમાં બે વખત સરકારી પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
આ ઉપરાંત તેમણે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં કામ કર્યું છે. આવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ સોમનાથ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ મફતલાલની નિમણૂક
આ પણ વાંચોઃ ઇન્વેસ્ટર સમિટ માટે 32 અધિકારીઓની નિમણૂક
આ પણ વાંચોઃ રાજ્યના 234 PIની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક
