Gandhinagar News: ઇન્વેસ્ટર સમિટ માટે 32 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગ્લોબલ રીન્યુએબલ એનર્જી સમિટ (Global Renewable Energy Summit) ખાતે નિમણૂક કરવામાં આવી છે. 12 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મહેસૂલ વિભાગ હેઠળના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
એક્સ્પો ઇવેન્ટને ઇન્વેસ્ટર સમિટની જવાબદારી સોંપવામાં આવી છે. 20 મામલતદારોને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે. 32 અધિકારીઓ મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે. અધિકારી 18 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. ઇવેન્ટનું સંચાલન સરળ રહે તે માટે નિમણૂક કરવામાં આવી છે.
16 સપ્ટેમ્બરે અમદાવાદમાં ઇદ-એ-મિલાદના જૂલુસ અને વડાપ્રધાન મોદીના જીએમડીસી ખાતેના કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમને લઈ શહેરના કુલ 12000 પોલીસ કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. જેમાં પીએમના કાર્યક્રમમાં 2500 જેટલા પોલીસકર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અમદાવાદમાં રીન્યુએબલ ઇન્વેસ્ટર સમિટનું ઉદઘાટન કરવાના છે.
અમદાવાદ શહેરમાં અંદાજે 12,000 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે અને આ બે દિવસ તમામ પોલીસ શહેરમાં ખાસ બંદોબસ્તમાં હાજર રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, આ મામલે અમે તૈયારીઓ કરી લીધી છે અને કેટલોક વધારાનો સ્ટાફ માગવામાં આવ્યો છે જે અમને મળી ગયો છે. ચાર ડીસીપી અને ચાર એએસપી કક્ષાના અધિકારીઓ આ બે દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે. બીજી તરફ SRP અને અન્ય ફોર્સ હાલ બીજા રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: PM મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરશે
આ પણ વાંચો: અમે “ન્યુ ઇન્ડિયા”ની દિશામાં આગળ વધી રહ્યા છે : ઇન્વેસ્ટર્સ સમિટમાં PM મોદી
