dholera/ ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ટક્કર થતા મહિલા સહિત 4નાં મોત

ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Gujarat

Dholera News : ગુજરામાં દિનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ધોલેરા-ભાવનગર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાંઢીડા નજીક આજે સવારે આ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ 4 લોકોનાં મૃત્યુ થયાં છે.અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ.

અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકો મૂળ મહુવા અને પાલિતાણાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ

આ પણ વાંચો:રાજકોટમાં પાટીદાર યુવકના આપઘાત મામલે રીબડાના આગેવાનોનું કલેક્ટરને આવેદન

આ પણ વાંચો:ગોંડલમાં રીબડાના અમિત ખૂંટ નામના યુવકે કરી આત્મહત્યા, દુષ્કર્મનો ગંભીર આરોપ