Ahmedabad News/ વિવિધ રાજ્યોમાંથી ગેરકાયદે દારૂનો જથ્થો ગુજરાત મોકલનારા બિશ્નોઈ ગેંગના 9 શખ્સો સહિત 13 સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

Ahmedabad News : ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો લાવનારા બિશ્નોઈ ગેંગના 9 બુટલેગરો સહિત 13 જણા સામે ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ રાજસ્થાન, ગોવા અને પંજાબ રાજ્યોમાંથી ગેરકાયદે વિદેશી બનાવટનો દારૂનો જથ્થો ગુજરાતમાં મોકલનારા રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના 9 શખ્સો સામે ગુજસીટોક હેઠળ […]

Gujarat Ahmedabad

Ahmedabad News : ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો લાવનારા બિશ્નોઈ ગેંગના 9 બુટલેગરો સહિત 13 જણા સામે ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કેસની વિગત મુજબ રાજસ્થાન, ગોવા અને પંજાબ રાજ્યોમાંથી ગેરકાયદે વિદેશી બનાવટનો દારૂનો જથ્થો ગુજરાતમાં મોકલનારા રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના 9 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. ઉપરાંત ગુજરાતના વડેદરા, અમદાવાદ ગ્રામ્ય, મોરબી અને રાજકોટ જિલ્લામાં દારૂનો મોટો જથ્થો મંગાવનારા ગુજરાતના 4 શખ્સો સામે મળીને કુલ 13 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાંઆવી હતી. જેમાં ઈસનપુરના છબીનાથ ઉર્ફે છબીલનાથસિંહ ઉર્ફે પ્રદીપ રાજા રાજપૂત, વડોદરાના રવિ ઉર્ફે જીગો ચામડો માછીની ધરપકડ કરવામાં આવી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં સંગઠિત ગુના આચરતી ટોળકીના કુલ 29 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કુલ 3 ગુના નોંધવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ

આ પણ વાંચો:રાજકોટમાં પાટીદાર યુવકના આપઘાત મામલે રીબડાના આગેવાનોનું કલેક્ટરને આવેદન

આ પણ વાંચો:ગોંડલમાં રીબડાના અમિત ખૂંટ નામના યુવકે કરી આત્મહત્યા, દુષ્કર્મનો ગંભીર આરોપ