Bhavnagar News: ભાવનગર સિહોર પાસેથી દુર્ઘટના સામે આવી છે. જ્યાં જાનૈયાઓની બસમાં અચાનક આગ લાગી છે. સદનસીબે, સમયસૂચકતા દાખવીને તમામ જાનૈયાઓ બસમાંથી સલામત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
આપને જણાવી દઈએ કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બજુડ ગામમાં આજે સવારે પટેલ પરિવારના લગ્ન માટે ગારિયાધાર જઈ રહેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ગામના ચોકમાં પાર્ક કરેલી બસમાં મુસાફરો ચઢવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બસના એન્જિનમાં તણખાથી આગ લાગી ગઈ. સદનસીબે, બધા મુસાફરો સમયસર બસમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહીં.
ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક મહેમાનો માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી હતી જેથી લગ્ન સમારોહમાં કોઈ વિક્ષેપ ન પડે.
આ પણ વાંચો:ભાવનગરમાં મેઘરાજાનું આગમન, પ્રારંભમાં જ કડાકાભડાકા સાથે વરસાદ
આ પણ વાંચો:પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં ભારે અને અમદાવાદ-ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી
આ પણ વાંચો:ભાવનગરના દિવ્યાંગ યુવાને એથ્લેટિક્સ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી
