Bhavnagar News: ભાવનગર (Bhavnagar) શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા અને ગરીબી રેખા નીચે જીવન પસાર કરતા શ્રમજીવી પરિવારનો દિવ્યાંગ યુવાન સ્પોર્ટ્સ (Sports) ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી ગોહિલવાડનું નામ રોશન કર્યું છે રાષ્ટ્રકક્ષાએ રમત માટે પસંદગી પામેલ દિવ્યાંગ યુવાન પોતાની કાર્યદક્ષતાનો પરચો આપવા માટે ચેન્નઈ રવાના થયો છે. સમગ્ર રાજ્ય સાથે સાથ ભાવનગરમાં પણ તાજેતરમાં ખેલ મહાકુંભ(Khel Mahakumbh)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ કેટેગરીના સાંકડો નવયુવાનોએ હિસ્સો લીધો હતો, જેમાં એક કેટેગરીના દિવ્યાંગ યુવક યુવતીઓ પણ આ ખેલ મહાકુંભમાં જોડાયા હતા.

જેમાં ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ મીઠાના અગરમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે જીવન પસાર કરતા શ્રમજીવી મુકેશભાઈ બારૈયાનો દિવ્યાંગ પુત્ર નિતીન પણ સામેલ છે આ દિવ્યાંગ યુવાને સૌ પ્રથમ ભાવનગર ક્ષેત્રે યોજાયેલી ઇવેન્ટમાં સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું આથી તેની પસંદગી રાજ્ય લેવલે યોજાયેલી ઇવેન્ટમાં કરવામાં આવી હતી. અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી આયુએન્ટમાં લોંગ ઝંમ્પ અને હાઇ ઝંમ્પમાં અનોખો કીર્તિમાન અંકે કર્યો છે.

ભાવનગર અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રના માર્ગદર્શન અને મદદથી ખેલ મહાકુંભ ક્ષેત્રે આગળ આવેલ આ દિવ્યાંગ યુવાનની સિદ્ધિને પગલે તેને બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે એ સાથે આ યુવાનની રાષ્ટ્ર કક્ષાએ પસંદગી થતા આગામી તારીખ 15 ફેબ્રુઆરીના રોજ દિવ્યાંગ યુવાન નીતિન ચેન્નઈ ખાતે આયોજિત ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યો છે એક હાથ ન ધરાવતા ખેલવીર નીતિને દિવ્યાંગ યુવાનોને નવો રાહ ચિંધ્યો છે અને કુદરતે આપેલી ખોટને ખોટ ન ગણી અનોખી સિદ્ધિ પ્રાપ્તિનો માર્ગ-રાહ ગણાવ્યો છે ત્યારે આ દિવ્યાંગ યુવાનની સિદ્ધિને લઈને માત્ર તેના પરિવારોને જ નહીં પરંતુ સમગ્ર ગોહિલવાડને આ યુવાન પર ગર્વ છે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવા માટે અપંગ કલ્યાણ કેન્દ્રના હોદ્દેદારોએ ખૂબ જ જહેમત સાથે યુવાનને ઘણી મદદરૂપ પણ કરી હોવાનું દિવ્યાંગ ખેલાડીએ જણાવ્યું છે.

સામાન્ય રીતે શારીરિક ખોટખા પણ સાથે જન્મેલા બાળકોમાં એક પ્રકારની નિરાશા સાથે ઉત્સાહની કમી જોવા મળતી હોય છે પરંતુ મક્કમ મનોબળ ધરાવતા દિવ્યાંગો કુદરતે આપેલા પડકારને સારી રીતે જીલીને પોતે પણ કમ નથી એ વાત સાબિત કરી બતાવતા હોય છે ત્યારે નિતીન જેવા દિવ્યાંગને રાજ્ય સરકાર અને અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર દ્વારા ખૂબ જ ઉમદા અને સુંદર પ્લેટફોર્મ આગળ વધવા માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે, રાજ્ય સરકાર દિવ્યાંગો માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે સુવિધાઓ સાથે હંમેશા ઇવેન્ટ માટે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે ત્યારે રાજ્ય સરકારના આ અભિગમ થકી અન્ય દિવ્યાંગોને પણ આગળ વધવાની ચોક્કસ તક ઉપલબ્ધ થશે એવી વાત નીતિનના પિતા મુકેશભાઈ જયંતીભાઈ બારૈયાએ જણાવ્યું હતું. વ્યવસાય પરીક્ષા ચાલક એવા મુકેશભાઈ તેના દિવ્યાંગ પુત્રને હંમેશા મોટીવેટ કરતા રહે છે અને ફેમિલીમાંથી જરૂરી પ્રોત્સાહન હામ પૂરી પાડે છે.
આ પણ વાંચો:ભાવનગરમાં મહિલા પર સિંહે હુમલો કરતા મહિલાની હાલત ગંભીર
આ પણ વાંચો:ભાવનગરના યુવાને કેસરની કરી સફળ ખેતી, યુવાનો માટે બન્યો પ્રેરદાયક
આ પણ વાંચો:ભાવનગરના હીરાના વેપારી સાથે બે દલાલોનો રૂ.11.70 લાખનો ફ્રોડ
