Bhavnagar News/ ભાવનગરમાં મહિલા પર સિંહે હુમલો કરતા મહિલાની હાલત ગંભીર

ઘેટાં-બકરાંની ઝોક પાસે મહિલા સુઈ રહી હતી.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર(Bhavnagar)માં ફળિયામાં સૂતેલી મહિલા પર સિંહે (Lion) હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મહુવા તાલુકાના નાની જાગધાર ગામમાં વહેલી સવારે ઘટના સર્જાઈ હતી.

ભાવનગરમાં સિંહોનો આતંક દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ભાવનગરના મહુવા (Mahua) તાલુકાના નાની જાગધર ગામમાં માલધારી પરિવારની મહિલા પર સાવજે હુમલો કર્યો હતો. પરોઢિયે ફળિયામાં સૂતેલી મહિલા પર સિંહે હુમલો કરી મહિલાને ઘાયલ કરી હતી. ઘેટાં-બકરાંની ઝોક પાસે મહિલા સુઈ રહી હતી. ઈજાગ્રસ્ત થતાં નજીકના લોકોએ તાત્કાલિક મહિલાને ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ મહિલાની સારવાર તાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ ભાવનગરમાં સિંહે યુવક પર હુમલો કર્યા બાદ તેના અંગોને ખાઈ ગયો હતો. માછીમાર રામભાઈ ચુડાસમા માછીમારી કરવા જતા હતા દરમિયાન સાવજે તેમના પર હુમલો કર્યો હતો. સવારે મૃતદેહ મળી આવતા તેમજ સ્થાનિકોએ જાણ કરતા વનવિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જાણકારોનું કહેવું છે કે સિંહ સામાન્ય રીતે માણસો પર હુમલો કરતો નથી, તે માત્ર વ્યક્તિને ઘાયલ કરે છે. પણ ગીરના દેવળિયા નેશનલ પાર્કમાં સિંહે ત્રણ લોકો પર હુમલો કર્યાની ઘટના સામે આવતા સિંહ હવે ધીરે ધીરે માનવભક્ષી બની રહ્યાં હોવાનું લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢ વંથલીના ધણફુલિયા ગામે સિંહે 14 વર્ષિય સગીરા પર કર્યો હુમલો, સિંહે હુમલો કરતા સગીરાનું મોત

આ પણ વાંચો:12 વર્ષીય બાળક પર સિંહે હુમલો કરતા ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સાવધાન! અમદાવાદ નજીક જોવા મળેલા સિંહે યુવક પર કર્યું હુમલો