Kutch News/ કચ્છ : મિત્રએ જ કરાવી મિત્રની હત્યા

અંજારના વરસામેડીમાં બની હત્યાની ઘટના

Top Stories Gujarat Breaking News

Kutch News : કચ્છમાં મિત્રએ જ મિત્રની હત્યા કરાવવાની ઘટના સાણે આવી છે. આ બનાવ અંજારના વરસામેડીમાં બન્યો હતો. જેમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકને રહેસી નાંખવામાં આવ્યો હતો. હત્યા બાદ લાશને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.

આ અંગે તપાસ હાથ ધરીને પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પ્રાથમિક તપાસમાં મોંઘો ફોન પડાવવા માટે યુવાનની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવક અંજારની વેલસ્પન કંપનીમાં નોકરી કરતો હતો .

આ જ કંપનીમાં હત્યારો મિત્ર બાઉન્સર તરીકે કામ કરતો હતો. તપાસમાં મૃતક પાસે મોબાઇલ પડાવવા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાના આરોપીને ઝડપી વધુ કાર્યવાહી શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જસદણમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચો:સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાધો