Video/ સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ભગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે.

Videos
ગળેફાંસો
  • સુરતઃ BSCના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • ભગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
  • સરથાણા વિસ્તારમાં રહેતો હતો વિદ્યાર્થી
  • પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યા હોવાનુ તારણ
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં લૂંટ, હત્યા, દુષ્કર્મ અને આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ભગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરીક્ષાના તણાવમાં આવીને વિદ્યાર્થીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

nbsp;

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અંધા કાનૂન’ના દિગ્દર્શક નથી રહ્યા, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ