Gondal/ ગોંડલ સિટી પોલીસના તમામ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સુરતથી ઝડપાયો

હિન્દી ફિલ્મ કે ટીવી સિરિયલોમાં આપે અચૂક આ ડાયલોગ સાંભળ્યો હશે કે “ગીદડ કી મોત જબ આતી હૈ તો શહર કી તરફ ભાગતા હૈ” જેનો મતલબ એવો થાય કે આત્મઘાતી કાર્ય કરવું,

Gujarat

હિન્દી ફિલ્મ કે ટીવી સિરિયલોમાં આપે અચૂક આ ડાયલોગ સાંભળ્યો હશે કે “ગીદડ કી મોત જબ આતી હૈ તો શહર કી તરફ ભાગતા હૈ” જેનો મતલબ એવો થાય કે આત્મઘાતી કાર્ય કરવું, આવું જ આત્મઘાતી કૃત્ય વિદેશી દારૂના વેપલામાં સંડોવાયેલા સુરતના શખ્સે કર્યું હતું તેના વિરુદ્ધ તપાસ ચલાવી રહેલા ગોંડલ સિટી પોલીસના કર્મચારી સાથે ગોંડલ પોલીસ મથકના તમામ કર્મચારી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ  પણ વાંચો ;ગોંડલ / ગીર ગૌ જતન સંસ્થાના પરણિત મેનેજરે પરણિત મહિલા કર્મચારી પર દુષ્કર્મ ગુજાર્યું

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સુરત રહેતો અને અનેકવાર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અશ્વિન નાથાભાઈ નાકરાણી નામના શખ્સે તેના વિરુદ્ધ તપાસ ચલાવી રહેલા ગોંડલ સિટી પોલીસ મથકના રાજેન્દ્રસિંહ ઝાલા ને સીટી પોલીસ મથકના લોકલ ટેલિફોન નંબર ઉપર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલેથી જ ન અટકી, સીટી પોલીસ મથકના તમામ પોલીસ કર્મચારીઓને પણ જાનથી મારી નાખવાની કુચેષ્ટા ભરી ધમકી આપી હતી, બનાવના પગલે પોલીસ તુરંત જ હરકતમાં આવી ગઇ હોય ફોન પર ધમકી આપનાર શખ્સને સુરત ખાતેથી ઝડપી લઇ ગોંડલ પોલીસ મથકે લવાતાંજ તેની બોલતી બંધ થઈ જવા પામી હતી પરંતુ પોલીસે ખાખી નો રંગ દેખાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ [પણ વાંચો ;ગોંડલ / ગીર ગૌ જતન સંસ્થાના પરણિત મેનેજરે પરણિત મહિલા કર્મચારી પર દુષ્કર્મ ગુજાર્યું