Ahmedabad News/ અમદાવાદમાં ITના દરોડાનું મેગા ઓપરેશન, વિનોદ ટેક્સ્ટાઇલને ત્યાં દરોડા

ITના દરોડા અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે ફરીથી સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગે વિનોદ ટેક્સ્ટાઇલ કંપની પર રેડ કરી છે. તેમા પણ એકસાથે સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને દરોડાનો વ્યાપ આગામી સમયમાં વધી શકે છે. તે જોતાં મોટા પ્રમાણમાં કરચોરીનો પર્દાફાશ થાય છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં ITના દરોડા

Ahmedabad News: અમદાવાદમાં ITના દરોડા ઇન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ છે. તેણે એકસાથે 35 સ્થળો પર દરોડા પાડ્યા છે. તેમા પણ વિનોદ ટેક્સ્ટાઇલ પર તવાઈ ઉતરી છે. વિનોદ મિત્તલના નિવાસ્થાન પર અને તેમના ભાઈના ઘરે પણ પણ ઇન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે. તેમના ભઆઈ સહિત 19 નિવાસ્થાન પર આઇટી ત્રાટક્યુ છે. આઇટીના 150થી પણ વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા છે.

અમદાવાદમાં ITના દરોડા

આવકવેરા વિભાગે વહેલી સવારે ટીમોને જુદાં-જુદાં ઝોનમાં વિભાજીત કરીને વિવિધ ઓફિસ, રહેણાક મકાનો, ગોડાઉનો અને અન્ય કોમર્સિયલ સ્થળોએ કાર્યવાહી કરી હતી. આવકવેરાના દરોડા પાછળનું કારણ  કરચોરીની સંભાવના, બિનહિસાબી વ્યવહાર, નાણાકીય અનિયમિતતા હોવાનું માનવામાં આવે છે. આવકવેરા વિભાગે આ અંગે મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આ ઉપરાંત હિસાબી રેકોર્ડ પણ સીલ કર્યો છે અને તેની તપાસ કરવા માંડી છે. તેની સાથે ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે મળેલી બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરી છે. તેને વિશ્વાસ છે કે કરચોરી મોટાપાયા પર મળી આવશે. અમદાવાદમાં સેટેલાઇટ, સૈજપુર બોઘા, નારોલ, પીરાણા વિસ્તારમાં આઇટીની ટીમ ત્રાટકી છે.

આવકવેરા વિભાગે આ દરોડા અંગે હજી સુધી સત્તાવાર રીતે કશું જણાવાયું નથી. આ અંગે સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ કાર્યવાહી લાંબી ચાલી શકે છે તેથી જ વિભાગે હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી. આ ઉપરાંત દરોડાનો વ્યાપ વધી શકે છે અને આગામી દિવસોમાં વધુ સ્થળોએ દરોડા પડે તો આશ્ચર્ય નહીં થાય. ઇન્કમ ટેક્સ વિભાગના દરોડાના કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વેપારી આલમમાં દરોડાની જ ચર્ચા છે. આગામી દિવસોમાં બીજા વેપારીઓને પણ આ દરોડાની ઝપટમાં આવવાનો ડર પેઠો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ITવિભાગનો સપાટો, ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત પરના દરોડામાં 5000 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

આ પણ વાંચો: આઇટી રેડમાં કરોડોના બેનામી હિસાબો સહિત, કરોડોની રોકડ અને સોનું પકડાયું

આ પણ વાંચો: નવસારીમાં આઇટી વિભાગની રેડ,રત્નકલા એકસપોર્ટ નામના હીરાના કારખાના રેડ,વહેલી સવારથી IT વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી