Gujarat News/ ITવિભાગનો સપાટો, ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત પરના દરોડામાં 5000 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

ગુજરાતમાં આવકવેરા વિભાગે મોટા ગ્રુપ પર દરોડા પાડી 5000 કરોડના બિનહિસાબી વ્યવહાર મેળવવામાં સફળતા મેળવી.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાતમાં આવકવેરા વિભાગે મોટા ગ્રુપ પર દરોડા પાડી 5000 કરોડના બિનહિસાબી વ્યવહાર મેળવવામાં સફળતા મેળવી. દિવાળી તહેવાર પૂર્ણ થતા જ આવેક વેરા વિભાગે સપાટો બોલાવતા ટ્રોગોન અને રાધે જેવા મહેસાણાના મોટા ગ્રુપ પર દરોડા પાડ્યા. આ દરોડોમાં IT વિભાગે રાજ્યના મોટા ગ્રુપ પર પાડેલા દરોડાની તપાસ અઠવાડિયા સુધી ચાલી હતી. મહેસાણાના મોટા ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની 36 પ્રિમાઈસીસ પર પાડેલ દરોડાનો રેલો અમદાવાદના અનેક મોટા ગ્રુપ સુધી પંહોચે તેવી સંભાવના છે.

IT વિભાગે ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત સાથે સંકળાયેલા વેપારીઓની ઓફિસ પર પણ દરોડા પાડ્યા. આ દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા હતા. જેમાં બેનામી વ્યવહારોમાં સંકળાયેલા બિલ્ડરો, ઈન્વેસ્ટરો અને ભાગીદારોની વિગતો મળી. વિભાગ દ્વારા આ મળેલ માહિતીના આધારે તમામ વિગતોની સ્ટુટિની શરૂ કરવામાં આવી. IT વિભાગે દિવાળી તહેવાર બાદ મોટા ગ્રુપ દ્વારા નાણાંકીય વ્યવહારો પર વોચ રાખવામાં આવી હતી. જેના બાદ આ મોટા ગ્રુપ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની મહેસાણા ઉપરાંત અમદાવાદ ખાતેની 25 પ્રિમાઇસિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા. ઉપરાંત આ ગ્રુપ સાથે સંકળાયેલા વેપારીઓની મોરબી અને રાજકોટ ઓફિસ પર પણ દરોડા પાડી તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં 500 કરોડના બિન હિસાબી વ્યવહારો, 10 કરોડ રોકડા અને ઝવેરાત મળી આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં પડાતા દરોડાની તપાસમાં સીધું દિલ્હીથી મોનિટરિંગ થઈ રહ્યું છે. મહેસાણાના મોટા ગ્રુપ પરના દરોડાના તાર અમદાવાદના બિલ્ડર લોબી સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવતા આ દિશામાં વધુ તપાસ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજુ ફરી વળશે

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વધશે ઠંડી : હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?