ચેતવણી/ ઓક્સિજનના બાટલાની સંગ્રહખોરી કરનારાઓ ચેતજો, તંત્રનો શંકાસ્પદ રહીશોના મકાનમાં તપાસ અને દરોડાનો હુકમ

કટોકટીની પરિસ્થિતિ આવે છે ત્યારે જ માનવીની ધીરજની પણ પરીક્ષા થતી હોય છે. એવામાં કોરોના એ રાજકોટમાં જે રીતની પરિસ્થિતિ ઊભી કરી છે તે જોતાં રાજકોટવાસીઓની ધીરજ  ખૂટી ગઈ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.કેટલાક

Gujarat Rajkot

કટોકટીની પરિસ્થિતિ આવે છે ત્યારે જ માનવીની ધીરજની પણ પરીક્ષા થતી હોય છે. એવામાં કોરોના એ રાજકોટમાં જે રીતની પરિસ્થિતિ ઊભી કરી છે તે જોતાં રાજકોટવાસીઓની ધીરજ  ખૂટી ગઈ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.કેટલાક કિસ્સાઓ એવા સામે આવી રહ્યા છે જેની સામે તંત્રને લાલઆંખ કર્યા વિના છૂટકો જ નથી.રાજકોટમાં હોમ આઇસોલેટ કોરોના દર્દીઓએ ઓકસીજન બાટલાની જરૂરત ઉપસ્થિત થશે તેવા ડરથી પાંચથી છ બાટલાઓ સંગ્રહ કર્યા હોવાની બાતમી જિલ્લા કલેકટરને મળી છે. ઘરે રહીને સારવાર લેતા દર્દીઓએ મોટા પ્રમાણમાં ઓકસીજન બાટલા મેળવી પરત કર્યા નથી. આવા તમામ દર્દીઓના મકાનોની ડોર-ટુ-ડોર તપાસ કરી બાટલાઓની સંગ્રહાખોરી પકડાશે તો કાનૂની પગલાઓ લેવામાં આવશે તેવુ વહિવટી સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓને ઓકસીજન બાટલાઓ આપવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. પરંતુ સેવાભાવી સંસ્થા પાસેથી અનેક દર્દીઓએ બાટલાઓ મેળવી ઘરમાં સંગ્રહ કર્યો છે. જરૂરીયાતમંદોને આવા કારણે સિલિન્ડર મળતા નથી. સેવાભાવી સંસ્થાઓએ આવી ફરિયાદ કરી બાટલા લઇ ગયા બાદ પરત આપતા નથીની વાત કરી છે. એટલું જ નહીં જો આ સંસ્થાને પાટલા પર જ નહીં મળે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવી ચીમકી પણ સંસ્થાના વડા હો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી કરવામાં આવી હતી.આ પરિસ્થિતિ જિલ્લા વહિવટી તંત્રના ઘ્યાને આવતા જરૂરતથી વધારે ઓકસીજન સિલિન્ડરનો સંગ્રહ કરી રાખનાર કોરોના દર્દીઓના મકાનોમાં તપાસ કરવા તલાટીઓ-ના.મામલતદારોને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના પાવર આપી ટીમો ઉતારી દઇ દરોડા-તપાસ કરવાનો હુકમ થયો છે.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે હોમ આઇસોલેટ દર્દીઓએ પોતાને ઓકસીજનની જરૂરત પડશે તેવા ખોટા ભય, તબીબોના અભિપ્રાય વગર પણ ઓકસીજન બાટલા મેળવ્યા છે. આ વાત પણ કલેકટરના ઘ્યાને આવી હોય આવા તમામ હોમ આઇસોલેટ દર્દીઓની વિગતો ખાનગી તબીબો-મહાપાલિકા પાસેથી મેળવવામાં આવશે. આવા તમામ દર્દીઓના વોર્ડ વાઇઝ લિસ્ટ મેળવ્યા બાદ ખાનગી સંસ્થાઓ દ્વારા બાટલા અપાયા અને પરત આવ્યા નથી તેની વિગતો ચકાસી આવા હોમ આઇસોલેટ થયેલા પેશન્ટોના મકાનોમાં તપાસ કરાશે અને બિનજરૂરી ઓકસીજન બાટલાનો સંગ્રહ જણાશે તો આકરા કાનૂની પગલા લેવાશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.