Surat News : સુરતમાં વૃધ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી છેતરપિંડી કરતી ગ઼ડ્ડી ગેંગના મુખ્ય સૂત્રધાર મનોજ બાવરીની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ચડ્ડી ગેંગના ચાર શખ્સોને જેલમાં ધકેલી દીધા છે.આ ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં બની હતી.
જેમાં એક વૃદ્ધ મહિલાને ગડ્ડી ગેંગના ત્રણ પુરુષ અને એક મહિલા સભ્યએ નિશાન બનાવી હતી.આ ગેંગે મહિલાને કાગળની એક ગડ્ડી બતાવી હતી. જેના ઉપરના ભાગમાં સાચી ચલણી નોટો હતી અને અંદર કાગળના ટુકડા હતા. આરોપીઓએ આ ગડ્ડીમાં મોટી રકમ હોવાનું જણાવી વૃદ્ધ મહિલાને લલચાવી હતી.
આરોપીઓએ વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈ તેમને આ કાગળની ગડ્ડી પકડાવી હતી. બાદમાં આરોપીઓ તેમની સોનાની ચેન અને કાનની બુટ્ટી ઉતરાવીને ભાગી ગયા હતા.વૃદ્ધ મહિલાને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક ચોક બજાર પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને અગાઉ જ ઝડપી પાડ્યા હતા. જોકે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મનોજ બાવરી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:વડોદરાના બાજવામાં વરસાદથી માનવસર્જિત પૂર, નાગરિકોમાં રોષ
આ પણ વાંચો:વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા
આ પણ વાંચો:વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત

