કોરોનાકાળમાં પણ અમુક લોકો પોતાનો ફાયદો શોધી રહ્યા છે. તાજેતરમાં સુરતમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાંથી નકલી ઇન્જેક્શનનાં કંભાડનો પર્દાફાશ થયો છે. અહી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બનાવવામાં આવતુ હોવાનુ સામે આવ્યુ છે.
કોરોનાનાં કપરા કાળમાં પણ અનુક લોકો પોતાના સ્વાર્થને પ્રાધાન્ય આપી રહ્યા છે. સુરતથી એક શખ્સ કે જેનું નામ સોહેલ ઈસ્માઇલ છે જે નકલી ઈન્જેક્શનનો વેપાર કરતો હોવાનુ સામે આવ્યુ છે. આ શખ્સનાં ઘરેથી જથ્થો મળી આવ્યો હતો. તેના ઘરેથી ઈન્જેક્સન બનાવવાનું મીની મશીન પણ ઝડપાયુ છે. આ તમામ ઈન્જેક્શન નકલી હોવાનુ સામે આવ્યુ છે. પેકિંગ મટીરીયલ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ નકલી ઈન્જક્શન એક અમદાવાદની મહિલા દર્દીને આપવામાં આવ્યુ હતુ ત્યારે તબીબને શંકા થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ તપાસ કરવામાં આવી ત્યારે સુરતનાં સોહેલ ઈસ્માઇલ નામનાં શખ્સનાં ઘરે રેડ પાડવામાં આવી હતી. જ્યા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. અહી મોટી સંખ્યામાં આવા નકલી ઈન્જેક્શન મળી આવ્યા હતા. આ સમગ્ર મામલો સામે આવતા હવે આ શખ્સ સિવાય કેટલા એવા લોકો છે કે જે આવા પ્રકારનાં ઈન્જેક્શન બનાવી રહ્યા છે, તેની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
