Gujarat/ GMERS દ્વારા અબજોના ખર્ચે કોલેજો હોસ્પિટલોનું નિર્માણ

વિદ્યાર્થીઓને ખુબ ઉંચી ફી ભરીને અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવુ પડતુ હતુ

Top Stories Gujarat
Gujarat News : ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી( GMERS) દ્વારા  સ્વ-નિર્ભર ધોરણે રાજ્યમાં ૧૩ જીલ્લામાં એમ.બી.બી.એસ. + પી.જી. કોલેજોનું સંચાલન કરવામાં આવે છે. અગાઉ વર્ષ ૨૦૧૦ પહેલા રાજ્યના વિદ્યાર્થીઓને ખુબ ઉંચી ફી ભરીને અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવુ પડતુ હતુ. સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્યમાં જ અભ્યાસની સુવિધા મળી રહે તે માટે અત્યાર સુધીમાં અંદાજે ૮,૫૦૦ કરોડ રૂપીયાનું કેપીટલ ખર્ચ કરીને આ કોલેજો તથા હોસ્પિટલોનું નિર્માણ કરેલ છે.  ઉપરોક્ત ૧૩ કોલેજોમાં એમ.બી.બી.એસ.ની કુલ-૨૧૦૦ બેઠકોમાંથી ૧૭૮૫ (૧૫૭૫ સરકારી ક્વોટાની બેઠક અને ૧૦ % પ્રમાણે ૨૧૦ મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો) ગવર્મેન્ટ ક્વોટાની ફી થી ભરવામાં આવે છે.
૧૫ % એન.આર.આઇ. બેઠકો (૩૧૫) પૈકી ગત વર્ષે ૧૦૨ બેઠકો એન.આર.આઇ. ક્વોટાની ફી થી ભરવામાં આવેલ છે અને બાકીની ખાલી રહેલ ૨૧૩ પૈકી માત્ર ૧૫૩ મેનેજમેન્ટ ક્વોટાથી આમ, એન.આર.આઇ. ક્વોટાથી ઓછી ફી લઇને મેનેજમેન્ટ ક્વોટા ભરવામાં આવેલ છે. અને મેનેજમેન્ટ ક્વોટામાં પણ ન ભરાતાં બાકી રહેલ ૬૦ બેઠક ગવર્મેન્ટ ક્વોટાની ફી થી ભરવામાં આવેલ છે. આમ, ૧૭૮૫ + ૬૦ = ૧૮૪૫ બેઠકો ગવર્મેન્ટ ક્વોટાની ફી થી ભરેલ છે.
આમ, સરકારી ક્વોટામાં ભરાયેલ કુલ ૧,૮૪૫ અને મેનેજમેન્ટ ક્વોટામાં ભરાયેલ ૧૫૩ મળી કુલ ૧,૯૯૮ બેઠકો માંથી ૧,૩૬૫ (આશરે ૬૯ %) વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ, કન્યા કેળવણી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ચીફ મીનીસ્ટર સ્કોલરશીપ સ્કિમ જેવી સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ મળેલ છે.  ગત વર્ષની વિગત જોઇએ તો, GMERS સંચાલિત ૧૩ કોલેજો તથા સંલગ્ન ૧૪ હોસ્પિટલો ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે ૧,૧૬૮ કરોડ થયેલ છે. જેની સામે GMERS ની ફી ની આવક ૪૨૩.૭૪ કરોડ થયેલ છે. આથી ઘટ પડેલ ૭૪૪.૬૧ કરોડની રકમ સામે સરકારશ્રીએ ગત વર્ષે ૮૪૩.૨૬ કરોડ GMERS ને ફાળવેલ છે.   રાજ્યની ૩ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજોની  ગવર્મેન્ટ ક્વોટાની સરેરાશ ફી ૭ લાખ તથા અન્ય સ્વ-નિર્ભર કોલેજોની સરેરાશ ફી ૮ લાખ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા