Breaking News: સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Surat DRI Raid)એ મોટી કાર્યવાહી કરતાં અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે ₹20 કરોડ હોવાનું પ્રાથમિક અંદાજ છે. સમગ્ર ઓપરેશન દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની પૂછપરછના આધારે મોટા ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મળતી માહિતી મુજબ DRI (Surat DRI Raid)ને અગાઉથી ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હીથી મુંબઈ જતી ટ્રેન મારફતે નશીલા પદાર્થોની મોટી ખેપ મોકલવામાં આવી રહી છે. આ માહિતીના આધારે અધિકારીઓએ સુરત રેલવે સ્ટેશન પર નજર રાખી હતી.
ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ DRIની ટીમે શંકાસ્પદ મુસાફરને રોકીને તેના સામાનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે 2 કિલોગ્રામ જેટલું કોકેઇન મળી આવ્યું હતું. બાદમાં સમગ્ર જથ્થો કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી.
Surat DRI Raid: DRIનો મેગા ઓપરેશન, ડ્રગ કેરિયર ઝડપાયો!
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે માત્ર ડ્રગ્સ પહોંચાડનાર ‘કેરિયર’ તરીકે કામ કરતો હોવાની માહિતી આપી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં હવે દિલ્હીમાં આ ડ્રગ્સ કોના દ્વારા આપવામાં આવ્યું હતું, મુંબઈમાં કોને પહોંચાડવાનું હતું અને તેની પાછળ કયું નેટવર્ક કાર્યરત છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
DRI (Surat DRI Raid)ને શંકા છે કે આ ઘટના માત્ર એક વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટ સક્રિય હોઈ શકે છે. આથી તપાસને અન્ય રાજ્યો સુધી પણ વિસ્તૃત કરવામાં આવી રહી છે.
આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીઓ સમગ્ર કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે જેથી ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પણ પહોંચી શકાય.
આ પણ વાંચો:ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાંથી મિઝોરમનો યુવક 2 કરોડના કોકેઇન સાથે ઝડપાયો
આ પણ વાંચો:બે કંપનીઓ વચ્ચેનો કોડવર્ડ ઉકેલાતા કોકેઇનના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:ડ્રગ્સ બ્રાઝીલથી ગુજરાત મારફતે દિલ્હી મોકલવાનું હતું
