Not Set/ Mantavya News bell 16/11/2019નાં સાંજ સુધીનાં મુખ્ય સમાચાર

નિત્યાનંદ વિવાદ મામલે DGP શિવાનંદ ઝાએ પણ ઝુકાવ્યું….યુવતીને તાત્કાલિક શોધવા આપી સૂચના…પોલીસે ઈમિગ્રેશન વિભાગ પાસે નિત્યાનંદિતાની માગી વિગતો નિત્યાનંદ વિવાદ મામલે પોલીસ તપાસ તેજ — વડોદરામાં ડેંગ્યુનો હાહાકાર,2 દિવસમાં 5ના મોત, હોસ્પિટલમાં પથારીઓ ઉભરાઈ રાજ્યમાં ડેન્ગ્યુની બીમારી માઝા મૂકી રહી છે ત્યારે વડોદરામાં તો આ જીવલેણ રોગે હાહાકાર મચાવ્યો છે. વડોદરામમાં 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને […]

Top Stories

નિત્યાનંદ વિવાદ મામલે DGP શિવાનંદ ઝાએ પણ ઝુકાવ્યું….યુવતીને તાત્કાલિક શોધવા આપી સૂચના…પોલીસે ઈમિગ્રેશન વિભાગ પાસે નિત્યાનંદિતાની માગી વિગતો
નિત્યાનંદ વિવાદ મામલે પોલીસ તપાસ તેજ

વડોદરામાં ડેંગ્યુનો હાહાકાર,2 દિવસમાં 5ના મોત, હોસ્પિટલમાં પથારીઓ ઉભરાઈ

રાજ્યમાં ડેન્ગ્યુની બીમારી માઝા મૂકી રહી છે ત્યારે વડોદરામાં તો આ જીવલેણ રોગે હાહાકાર મચાવ્યો છે. વડોદરામમાં 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે.વડોદરા શહેરમાં બે દિવસમાં જ ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભાબેન પરમાર અને કારેલીબાગના દિપેશ શાહનું ડેન્ગ્યુની બિમારીથી મોત નિપજ્યા હતા


આશ્રમ વિવાદ મામલે નિત્યાનંદે તોડ્યું મૌન ….કહ્યું ગુજરાતમાં અમારા અનુયાયીઓને ખોટી રીતે મીડિાય ટાર્ગેટ કરી રહી છે પણ હું ઝુકીશ નહીં
લંપટ સ્વામીની નિર્લજ્જ ભાષા  

મહારાષ્ટ્રની માંઠાગાંઠ/ પિક્ચર હજુ બાકી છે!! ભજવાશે અને નજીકનાં ભવિષ્ચમાં જ ભજવાશે

લાંબા સમયથી ચાલી રહેલ મહારાષ્ટ્રની માંઠાગાંઠ હજુ ઉકેલવાનું નામ નથી લઇ રહી. આમતો કોંગ્રેસ પર હાલનાં સમયમાં કાયમી ઘોરણે કોંગ્રેસ પોતાનાં નિર્ણયો લેવામાં ઢીલી પડે છે અને સમયોચ્ચીત નિર્ણય કરી શકતી નથી કે કરતી નથી જેવા સવાલોનો મારો ચલાવવામાં આવતો હતો.

મોરબીના કાંતિલાલ મૂછડિયાએ મારી પલટી …….મૂછડિયાએ સમાધિ લેવાનું ટાળ્યું …..મહંત નથરામ બાપુની સમજાવટ બાદ બદલ્યો નિર્ણય
સમાધિ બાબાની પલટી

મંતવ્ય ન્યૂઝની બેલ્ટની બબાલ રંગ લાવી …એસટીના જનરલ મેનેજર નિખિલ બર્વેએ કહ્યું સીટ બેલ્ટની બાબતને ગંભીરતાથી લઈશું નિયમ ન પાળનારા સામે કરાશે કાર્યવાહી
મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર – બેલ્ટની બબાલ રંગ લાવી

ભાવનગરમાં ઇન્કમટેક્ષનું સુપર ઓપરેશન, શિપબ્રેકરોનાં ઘરો અને ઓફિસો પર IT નાં દરોડા

ભાવનગરમાં ઇન્કમટેક્ષનું સુપર ઓપરેશન જોવા મળ્યુ હતુ. જેમા શિપબ્રેકરોનાં ઘરો અને ઓફિસો પર આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અંદાજે 15 જેટલી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. એશિયાનું સૌથી મોટુ શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરનાં અલંગ ખાતે આવેલુ છે.

ખેડૂતોની વ્હારે આવ્યું કોંગ્રેસ….ઉત્તર ગુજરાતના કોંગ્રેસના MLA સીએમને કરી રજૂઆત…ઉ.ગુજરાતના ખેડૂતોને સહાય આપવા મુદ્દે કરી રજૂઆત
ખેડૂતોની વ્હારે આવ્યું કોંગ્રેસ

આજે રાજકોટમાં ભાજપ સંકલન સમિતિની બેઠક…..સૌરાષ્ટ્રના 15 જિલ્લા-શહેર પ્રમુખો માટે લેવાશે સેન્સ
ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા

ભાજપની ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનું સમાપન ….સાબરમતી આશ્રમ પર યાત્રાનું કરાયું સમાપન…સીએમ રૂપાણી સમાપન સમારોહમાં રહ્યા હાજર
ભાજપની સંકલ્પ યાત્રા સંપન્ન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.