ભીષણ આગ/ મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગતાં 5નાં મોત,મૃત્યુઆંક વધશે

મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં પાંચ લોકોના મોત થયા છે.

Top Stories India

મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં પાંચ લોકોના મોત થયા છે. તે જ સમયે, 13-14 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આગમાં ઘાયલ થયેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. 20 થી વધુ લોકોને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. હોસ્પિટલના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન અનેક ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ પર કાબુ મેળવવાના કવાયત હાથ ધરવામાં આવી છે.

આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અે હોસ્પિટલના દર્દીઓમાં દહેશતનો ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પાંચ લોકોના મોત થયા છે,મૃત્યુઆંક વધવાની પ્રબળ સંભાવના છે.