Top 5 Food Cities in India: ભારતમાં ફરવાનો અસલી આનંદ ત્યારે જ આવે જ્યારે સામે ગરમાગરમ અને સ્વાદિષ્ટ ભોજન ( Food) હોય. ભારત એક એવો દેશ છે જ્યાં દર થોડા અંતરે સ્વાદ બદલાઈ જાય છે. જો તમે આગામી ટ્રિપ પ્લાન કરી રહ્યા હોવ અને તમે ‘ફૂડી’ (Foodie) હોવ, તો આ શહેરોને તમારી લિસ્ટમાં ચોક્કસ ઉમેરજો.
દિલ્હીનો દેશી તડકો (Delhi)
દિલ્હીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. અહીંની ગલીઓમાં મળતા છોલે-ભટૂરે, ચાટ, ગોલગપ્પા અને પરાઠા કોઈ પણ ભૂખ્યા પેટને તૃપ્ત કરી શકે છે.
ફેમસ વિસ્તારો: ચાંદની ચોક, કરોલ બાગ અને લાજપત નગર.
શું ખાસ ખાશો? અહીંના બટર ચિકન અને મલાઈ ટિક્કા આખી દુનિયામાં પ્રખ્યાત છે. દિલ્હીની ગલીઓમાં ફરવું એ કોઈ સ્વાદની યાત્રાથી કમ નથી.
લખનૌનો નવાબી સ્વાદ (Lucknow)
લખનૌની વાત હોય અને ટુન્ડે કબાબ, ગલૌટી કબાબ અને બિરયાનીનો ઉલ્લેખ ન થાય તે અશક્ય છે. અહીંનું ભોજન તેની ખાસ સુગંધ અને નવાબી શૈલી માટે જાણીતું છે.
ખાસિયત: જૂના લખનૌની ગલીઓમાં જે પ્રેમથી ભોજન ( Food) બનાવવામાં આવે છે, તેનો દરેક કોળિયો તમને નવાબી અહેસાસ કરાવશે. જો તમે નોન-વેજના શોખીન હોવ તો લખનૌ તમારા માટે એક સ્વાદિષ્ટ સ્વપ્ન સમાન છે.
કોલકાતાની મીઠાશ (Kolkata- Food)
કોલકાતા માત્ર રસગુલ્લા અને મીઠાઈઓ માટે જ નહીં, પણ તેના સ્ટ્રીટ ફૂડ ( Food) માટે પણ જાણીતું છે. અહીંનું ખાણું સ્વાદિષ્ટ હોવાની સાથે ખિસ્સાને પણ પરવડે તેવું હોય છે.
શું ખાસ ખાશો? માછલી-ભાતનું કોમ્બિનેશન, કાઠી રોલ અને ઝાલમુડી અહીંના સૌથી લોકપ્રિય ફૂડ (Food) છે. શુદ્ધ દેશી અંદાજમાં બનેલી બંગાળી વાનગીઓ દરેક ફૂડ લવર માટે જન્નત સમાન છે.
અમૃતસરના કુલચા અને લસ્સી (Amritsar)
અમૃતસરની ગલીઓમાં પ્રવેશતા જ ગરમાગરમ કુલચા અને દેશી ઘીની સુગંધ તમારું સ્વાગત કરશે. અહીંનો અમૃતસરી કુલચા આખી દુનિયામાં પ્રખ્યાત છે, જેની સાથે ઠંડી લસ્સીનો ગ્લાસ સોનામાં સુગંધ ભેળવે છે.
ખાસ અનુભવ: સુવર્ણ મંદિર (Golden Temple) માં મળતો લંગરનો પ્રસાદ સ્વાદ અને શ્રદ્ધાનો અનોખો સંગમ છે. અહીંના પંજાબી છોલે અને દાળ મખનીનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો.
જયપુરની રાજસ્થાની થાળી (Jaipur)
જયપુરમાં ભોજનનો અનુભવ તમને શાહી અંદાજની યાદ અપાવશે. અહીંના સ્થાનિક બજારોમાં મળતી ડુંગળીની કચોરી અને મિર્ચ વડા ખૂબ જ ફેમસ છે.
રાજસ્થાની થાળી: દાલ-બાટી-ચુરમા, ગટ્ટાનું શાક અને કેર-સાંગરી જેવી પરંપરાગત વાનગીઓનો સ્વાદ લેવા માટે જયપુરથી બેસ્ટ બીજી કોઈ જગ્યા નથી. મીઠાઈમાં અહીંનો ‘ઘેવર’ અચૂક ટ્રાય કરવા જેવો છે.
બોનસ: ઇન્દોરનું રાત્રિ બજાર (Indore)
જો તમે રાત્રે ખાવાના શોખીન હોવ તો ઇન્દોરનું ‘સરાફા બજાર‘ તમારા માટે બેસ્ટ છે. દિવસે જે જ્વેલરી માર્કેટ હોય છે, તે રાત્રે 8 વાગ્યા પછી ફૂડ કોર્ટમાં ફેરવાઈ જાય છે.
શું ખાસ ખાશો? ગરાડૂ, ભુટ્ટે કા કીસ, દહીં વડા, માલપુઆ અને પોહા-જલેબી. ઇન્દોરનું રાત્રિ બજાર માત્ર પેટ નહીં, પણ દિલ પણ ખુશ કરી દેશે.
આ પણ વાંચો: હવે મોંઘી હોટલ નહીં પણ ‘માનસિક શાંતિ’ છે ખરી લક્ઝરી, આ સ્થળોએ મળશે અદભૂત આંતરિક સુખ
આ પણ વાંચો:ભીડભાડથી દૂર શાંતિની શોધમાં છો? ઋષિકેશથી લઈને જીરો વેલી સુધી, આ જગ્યાઓ સોલો ટ્રાવેલર્સ માટે છે બેસ્ટ
આ પણ વાંચો: નેનીતાલથી માત્ર 13 કિમી દૂર આવેલું છે પંગોટ, હિમાલયના નજારા અને ફોટોગ્રાફી માટે છે શ્રેષ્ઠ સ્થળ

