ગુજરાતભરમાં ભારે વરસાદને કારણે તમામ નદી નાળા બે કાંઠે ધસમસતા જઇ રહ્યા છે, ત્યારે રાજ્યનાં અનેક ભાગોમાંથી નદીમાં ડુબવાનાં અને પાણીનાં વેણમાં તણાવવાનાં અનેક કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક ગોઝારો કિસ્સો નવસારીમાં બન્યો હતો. જી હા, નવસારીમાં 5 લોકો કાવેરી નદીમાં ડૂબ્યા હતા. નવસારીનાં ગણદેવીનાં પોંસરીમાં 5 લોકો કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા.
કાવેરીનાં પ્રવાહમાં 5 લોકો ડૂબ્યાની ઘટના સામે આવતાની સાથે જ સ્થાનીકો અને બચાવ ટીમ દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જો કે, નદીનાં ભારે પ્રવાહમાં ડૂબી જવાથી 5 લોકોમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. બાકીનાં 4 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ અત્યંત પ્રચંડ હોવાનાં કારણે ડૂબેલા તમામ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. મોત સામે લડી રહેલા બાકીનાં 4 લોકોમાથી પણ વધુ એક મહિલાઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
