Not Set/ કોરોનાની દવાનાં બોક્સમાં દારૂની હેરાફેર, બસ હવે આજ બાકી હતું…!!!

ગુજરાતમાં દારુનું દુષણ ક્યાં સુધી પોતાનાં મુળીયા પાથરી ચૂક્યું છે તે દર્શાવતો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરો દારુનાં વેપલા માટે શુ ન કરી શકે તેના જીવંત ઉદાહરણ રુપ આ કિસ્સાને  કારણે બુટલેગરો તો ઠીક પણ ખુદ પોલીસ એટલે કે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકો પુછી રહ્યા છે કે, શુ સ્થાનિક પોલીસ બુટલેગરોને છાવરે […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં દારુનું દુષણ ક્યાં સુધી પોતાનાં મુળીયા પાથરી ચૂક્યું છે તે દર્શાવતો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરો દારુનાં વેપલા માટે શુ ન કરી શકે તેના જીવંત ઉદાહરણ રુપ આ કિસ્સાને  કારણે બુટલેગરો તો ઠીક પણ ખુદ પોલીસ એટલે કે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકો પુછી રહ્યા છે કે, શુ સ્થાનિક પોલીસ બુટલેગરોને છાવરે છે ??

હકીકત એવી છે કે, અમદાવાદમાં ગઈ કાલે કારમાં 191 બોટલ વિદેશી દારૂ ઝડપાયા બાદ આજે શહેરનાં શાહીબાગ વિસ્તારમાંથી એક યુવક દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલ રેડમાં ઝડપાયેલા યુવક પાસેથી 192 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીને પકડી દારૂ ક્યાંથી લવાયો હતો અને કોના માટે હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.  

IMFL and Desi Daru: How different are they? : Satya's Weblog

બનાવની વિગતો એવી અને ખાસ ધ્યાન ખેંચતી હકીકતો એવી છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે ભોગીલાલની નવી ચાલીમાં દારૂનો મોટો જથ્યો પડ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી હતી. ઘટના સ્થળે હિતેન્દ્રસિંહ સોલંકી નામનો યુવક હાજર હતો અને તેની પાસે 192 બોટલ દારૂનો જથ્થો હતો. આરોપીને પકડીને સ્થાનિક પોલીસની નજર બહાર આટલો મોટો દારૂનો જથ્થો આવ્યો કેવી રીતે તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

પકડાયેલા આરોપીને ભેજાબાજ કહેવો કે શું તે બીજી વાત છે, પરંતુ આ દારુની હેરાફેરી બેટી બચાવો બેટી પઢાવોના સ્ટીકર લગાવેલી ગાડીમાં કરવામાં આવી રહી હતી. વળી અધુરામાં પુરુ આપ જાણીને ચોંકી જશો કે કોરોનાની દવાનાં બોક્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews