Rajkot News: રાજકોટમાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખની પસંદગી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. જિ.પં. પ્રમુખ સંજય પીપળીયા (Sanjay Pipaliya)ના પુત્ર સાથે સંકળાયેલી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપમાં ધમકીભર્યા શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ક્લિપમાં સંજય પીપળીયાના પુત્ર દ્વારા દબાણભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે સંજય પીપળીયા (Sanjay Pipaliya)ને જિલ્લા પંચાયત પ્રમુખ પદ સંભાળ્યા હજુ 24 કલાક પણ પૂર્ણ થયા નથી ત્યાં જ આ વિવાદ સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, વાયરલ ઓડિયો ક્લિપની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આ ક્લિપ ખરેખર કોણની છે અને તેની સત્યતા શું છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
Sanjay Pipaliyaના પુત્ર પર આરોપ
મહત્વનું છે કે વાયરલ ઓડિયો ક્લિપ અંગે અનેક દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. સ્થાનિક સ્તરે આ મુદ્દે રાજકીય ચર્ચાઓ અને પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે.આ ઘટનાએ ફરી એકવાર સત્તા સાથે જોડાયેલા પરિવારોના વર્તન અને રાજકીય પ્રભાવના ઉપયોગ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હવે આગામી દિવસોમાં આ મામલે કોઈ સત્તાવાર તપાસ અથવા પ્રતિક્રિયા સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:રાજકોટમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી થયા પછી સિનિયર નેતાની જોવા મળી પોસ્ટ
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો:રાજકોટમાં ઉપલેટા ચૂંટણીમાં 18 બેઠક માટે 71 ફોર્મ ભરવામાં આવ્યા
