લોકસભાની ચૂંટણી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદ ગૃહ સંકુલમાં તમામ રાજકીય પક્ષો સાથે સહકાર સાધવાનાં ભાગ રુપે સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પક્ષે તેમજ TMCએ ભાગ લીધો ન હતો. પીએ મોદીની અધ્યક્ષતામાં ‘એક દેશ એક ચૂંટણી’ સહિત અનેક મુદ્દાઓ પર ઓલ પાર્ટી બેઠક યોજી સર્વ સમંતી સાધવાની કોશિશ કરવામાં આવી હતી. સંસદમાં ચૂંટાયેલા તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. બપોરે શરૂ થયેલી મીટિંગમાં એનડીએનાં સાથીદાર શિવસેનાના પ્રમુખ ઉધ્વ ઠાકરેના શિવસેનાનો સ્થાપના દિવસ હોવાનાં કારણે સામેલ થઇ શક્યા ન હતા. .

