Surat News: સુરતમાં માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટ સીલ કરવામાં આવ્યા છે. 300થી વધુ પોલીસને સાથે રાખીને કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. સુરત નગરપાલિકાએ ડ્રેનેજ અને પાણીના જોડાણો કાપ્યા છે.
નોટિસ અપાયા હોવા છતાં પણ તેઓ મકાન ખાલી કરવા તૈયાર ન હતા. ટેનામેન્ટની હાલત જર્જરિત હોવાથી પોલીસની મદદ લેવાઈ હતી. રિડેવલપમેન્ટનું કામ અટકી પડતા ફ્લેટધારકો મકાન ખાલી કરવા તૈયાર ન હતા. ઉપરાંત 768 ફ્લેટને પણ પાલિકાએ સીલ કર્યા છે. છેલ્લા લાંબા સમયથી ટેનામેન્ટના સીલિંગનું કામ વિવાદમાં હતા. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી.
આ માટે ચાર પીઆઈ, 14 પીએસઆઈ, 258 મહિલા અને પુરુષ કોન્સ્ટેબલની મદદ લેવાઈ હતી. માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટના અંતે તમામ ઘરો સીલ ઘરાયા હતા. 992 ફ્લેટધારક પૈકી 125 ફ્લેટધારક બે દિવસ પહેલાં જ ઘર ખાલી કરી ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
