Surendranagar News/ દસાડા આસિસ્ટન્ટ કલેકટર IAS કર્યુ અતિવૃષ્ટિમા થયેલ તારાજીનુ સ્થળ નિરીક્ષણ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાન બાબતે પાટડી સ્થિત સેવાસદનના આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડ (IAS) દ્વારા વિવિધ ગામોમાં રૂબરૂ જઈ ખેતરો તથા નદી કિનારાના ગામોનું સ્થળ તપાસ કરી અતિવૃષ્ટિથી થયેલ નુકસાન બાબતે તાગ મેળવવામાં આવ્યો હતો.

Gujarat Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાન બાબતે પાટડી સ્થિત સેવાસદનના આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડ (IAS) દ્વારા વિવિધ ગામોમાં રૂબરૂ જઈ ખેતરો તથા નદી કિનારાના ગામોનું સ્થળ તપાસ કરી અતિવૃષ્ટિથી થયેલ નુકસાન બાબતે તાગ મેળવવામાં આવ્યો હતો.

રણકાંઠાના અનેક ગામો અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે જેમાં દસાડા તાલુકામાંથી રૂપેણ નદીનો પ્રવાહ પસાર થઈ કચ્છના નાના રણમાં પહોંચે છે અતિભારે વરસાદે આ વખતે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા દસાડા તાલુકાના ૧૪થી વધુ ગામો તથા ખેતરોમાં ઉભા પાક પર પાણી ભરાયાં છે.

ખેડૂતોની મહેનત પર આફતના પાણી ફરી વળ્યા છે દસાડા આસિસ્ટન્ટ કલેકટર IAS જયંતસિંહ રાઠોડ (Jayvantsingh Rathod) દ્વારા તમામ સ્થળોની રૂબરુ મુલાકાત લેવામાં આવી હતી જેમાં વડગામ, આદરિયાણા,પાડીવાડા, ઝીંઝુવાડા, ધામા, ભલગામ દસાડા સહિત અનેક ગામોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી તથા ખેતરોમાં ભરાયેલ પાણીથી થયેલ નુકસાનનો પણ તાગ મેળવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પીએચસી સબ સેન્ટર અને ગામોની સમસ્યા તથા પીવાનું સ્વચ્છ પાણી લોકોને મળી રહે તે માટે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લેવામાં આવી હતી વડગામ ખાતે દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશ ડોડીયા દ્વારા વડગામ સીમની સ્થિતિ જણાવવામાં આવી હતી ઉપરાંત દસાડા પ્રાથમિક શાળામાં ભરાયેલ પાણીને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું અને દવાનો છંટકાવ પણ કરાવવામાં આવ્યો હતો તથા હેબતપુર,છાબલી ગામોમાં પણ પાણીનો ભરાવો થયો છે.

સીમ વિસ્તારમાં ભરાયેલ પાણીના કારણે પશુઓને ચારણ માટે કોઈ જ જગ્યા ન રહી હોવાથી હેબતપુર,છાબલી સહિતના ગામોની પણ રૂબરૂ મુલાકાત દસાડા આસિસ્ટન્ટ કલેકટર દ્વારા કરવામાં આવી હતી તેમની સાથે નાયબ મામલતદાર રઘુભાઈ ખાંભલા પણ રૂબરૂ પહોંચ્યા હતા અને ગ્રામજનોની વ્યથા સાંભળી હતી તથા વહેલી તકે નિરાકરણ આવે તે માટે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને તલાટીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો

તલાટી,ગ્રામ સેવક સહિતની ટીમ બનાવી સર્વે શરૂ કરાયો

અતિવૃષ્ટિના કારણે અસંખ્ય ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સરકારની સૂચના પ્રમાણે દસાડા તાલુકામાં પણ તલાટી, ગ્રામસેવક સહિતની અલગ-અલગ ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં કેમ આ વર્ષે આટલો બધો વરસાદ ખાબક્યો, હવામાન નિષ્ણાતોએ આપ્યું કારણ

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ

આ પણ વાંચો: હવામાન વિભાગે રાજ્યમાં મુશળધાર વરસાદની કરી આગાહી, જાણો કયાં પડશે વરસાદ