PM Modi/ 31 ડિસેમ્બરે રાજકોટમાં AIIMSનું PM મોદીનાં હસ્તે કરવામાં આવશે ઇ ખાતમુહૂર્ત

31 ડિસેમ્બરના રોજ રાજકોટમાં અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થઈ રહેલી એઇમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ તો ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવે તેવી પૂર્ણ સંભાવનાઓ જોવામાં આવી રહી હતી

Top Stories Gujarat Rajkot
  • રાજકોટમાં AIIMSને લઇ મહત્વના સમાચાર
  • 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે ખાતમુહૂર્ત
  • પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે ઇ ખાતમુહૂર્ત
  • સીએમ વિજય રૂપાણી સ્થળ પર રહેશે હાજર

31 ડિસેમ્બરના રોજ રાજકોટમાં અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થઈ રહેલી એઇમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ તો ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવે તેવી પૂર્ણ સંભાવનાઓ જોવામાં આવી રહી હતી અને તે માટે એઈમ્સ અધિકારીઓને તેમજ તંત્ર તૈયારી કરી રાખવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં થી સૂચના આપી દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી.  પરંતુ હાલ સામે આવી રહેલી વિગતો પ્રમાણે PM મોદીના હસ્તે એઇમ્સનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થળ પર હાજર રહેશે.

cm
આપને જણાવી દઇએ કે, રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે તેઓને મૌખિક રીતે કરવામાં આવી હતી કે વડાપ્રધાન કદાચ રાજકોટ 31મીએ ખાસ એઇમ્સના ખાતમુહૂર્ત માટે આવી શકે છે. વડાપ્રધાનનો રાજકોટમાં આ સિવાયના અન્ય કાર્યક્રમો થશે તે અંગેની વિગતો પણ આવી નહોતી, ત્યારે PM મોદી રાજકોટ AIIMs નું ઇ લોકાર્પણ કરશે તેવી સ્પષ્ટતા સામે આવી ગઇ છે.

AIIMS: Rajkot to get AIIMS soon | Rajkot News - Times of India

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…