New Delhi News/ દિલ્હીમાં આતંકી ખતરાને પગલે હાઇ એલર્ટ, ચુસ્ત બંદોબસ્ત

રાજધાની દિલ્હી (Delhi)માં સંભવિત આતંકી હુમલા (Terror Threat)ની આશંકાને પગલે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે

Top Stories India
રાજધાની દિલ્હી (Delhi)માં સંભવિત આતંકી હુમલા (Terror Threat)ની આશંકાને પગલે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે
New Delhi News : રાજધાની દિલ્હી (Delhi)માં સંભવિત આતંકી હુમલા (Terror Threat)ની આશંકાને પગલે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. મળતી બાતમીના આધારે સમગ્ર શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

આતંકી હુમલા (Terror Threat)ની આશંકાને પગલે સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર

સુરક્ષા એજન્સીઓએ ભાજપના મુખ્યાલય, સરકારી કચેરીઓ, પરિવહન કેન્દ્રો, મુખ્ય બજારો અને ભીડભાડવાળા વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી છે. આત્મઘાતી હુમલા અને આઇઇડી ખતરાને ધ્યાનમાં રાખીને બોમ્બ નિરોધક દળો તેમજ વિશેષ સુરક્ષા ટીમોને પણ સક્રિય કરવામાં આવી છે.

દિલ્હી પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ બેરિકેડ ગોઠવી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલ ભાજપ મુખ્યાલય અને આસપાસના સરકારી વિસ્તારોમાં ખાસ સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે. અહીં વધારાના સશસ્ત્ર જવાનોની તૈનાતી સાથે પ્રવેશ-નિયંત્રણ વધુ કડક બનાવાયું છે.

સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને પણ સતર્ક રહેવાની અપીલ કરી છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે.


આ પણ વાંચો : 2013 પછી દેશમાં કોઈ મોટો આતંકવાદી હુમલો થયો નથી… અજિત ડોભાલનું મોટું નિવેદન

આ પણ વાંચો : પહેલગામ આતંકવાદી હુમલો,અમેરિકાએ લશ્કરના પ્રોક્સી સંગઠન TRF ને ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું

આ પણ વાંચો : ગુજરાતમાં ઓપરેશન સિંદૂરને આતંકવાદી હુમલો ગણાવાયો, એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ધરપકડ