National News : હૈદરાબાદમાં યોજાયેલી એક જાહેર સભામાં PM Modi એ દેશની આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે નાગરિકોને 10 મહત્વપૂર્ણ સંકલ્પ લેવા અપીલ કરી હતી. વૈશ્વિક યુદ્ધ અને વધતા ભૌગોલિક-રાજકીય તણાવની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પડી રહી હોવાનું જણાવતાં તેમણે વિદેશી મુદ્રાની બચત અને સંસાધનોના સંયમપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
“એક વર્ષ સુધી સોનું ન ખરીદો”
પીએમ મોદીએ કહ્યું કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેના કારણે દેશની વિદેશી મુદ્રાનો મોટો ખર્ચ થાય છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે જો લોકો એક વર્ષ સુધી સોનાની ખરીદી ઘટાડે અથવા ટાળે, તો દેશને આર્થિક રીતે મોટી મદદ મળી શકે છે.
તેમણે જણાવ્યું કે સોનાની આયાત ઘટવાથી દેશનું આયાત બિલ ઓછું થશે, વેપાર ખાધમાં ઘટાડો થશે અને રૂપિયાને મજબૂતી મળશે. સાથે જ લોકો સોનામાં રોકાણ કરવાને બદલે બેંક FD, SIP અથવા શેરબજારમાં રોકાણ કરશે તો ઉદ્યોગોને મૂડી મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
ઈંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમ પર ભાર

પીએમ મોદીએ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને વૈશ્વિક તેલ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરતાં ઈંધણ બચત માટે ફરીથી વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવાની સલાહ આપી હતી.
PM Modiએ કહ્યું કે ભારત પાસે તેલના મોટા સ્ત્રોત નથી, તેથી પેટ્રોલ-ડીઝલ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. પડોશી વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ અને ખાતરના ભાવમાં ભારે વધારો થયો છે, જેની સીધી અસર ભારત પર પણ પડી રહી છે.
PM Modiની જનતાને 10 મોટી અપીલ
- વૈશ્વિક યુદ્ધની આર્થિક અસર સમજવી
- ઈંધણના સંસાધનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવો
- વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવી
- પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી ઉપયોગ ટાળવો
- મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો
- કાર પૂલિંગ અપનાવવું
- એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવો
- વિદેશી મુદ્રાની બચત માટે બિનજરૂરી ખર્ચ ઘટાડવો
- એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લેવો
- આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવું
“દેશહિતમાં બદલાવ જરૂરી”
ભારતમાં સોનું માત્ર ઘરેણું નહીં પરંતુ પરંપરા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. તેમ છતાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં PM Modi આ અપીલને દેશહિતમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો લોકો રોકાણની આદતોમાં ફેરફાર કરીને ડિજિટલ અને ઉત્પાદક રોકાણ તરફ વળશે, તો ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની શકે છે
