Not Set/ તબીબની બેદરકારી: પ્રસુતિ સમયે મહિલા અને બાળકનું મોત,બે મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

મહેસાણા, મહેસાણાના વિસનગરમાં પ્રસુતિ સમયે મહિલા અને બાળકનું મોત થયુ હતુ. 30 વર્ષીય શિલ્પાબેન ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યુ હતુ. વિસનગરની જીવનયોગ નર્સિંગ હોમમાં મહિલા અને બાળકનું મોત થયુ હતુ. જીવનયોગ નર્સિંગ હોમમાં મહિલાના શંકાસ્પદ મોતને મામલે મોતનું સાચું કારણ જાણવા પરિવારજનોએ તપાસની માંગ કરતા પોલીસે પ્રથમ વિસનગર હોસ્પિટલ લાશ મોકલી આપી પેનલ પીએમ માટે […]

Top Stories Gujarat Others Videos

મહેસાણા,

મહેસાણાના વિસનગરમાં પ્રસુતિ સમયે મહિલા અને બાળકનું મોત થયુ હતુ. 30 વર્ષીય શિલ્પાબેન ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યુ હતુ. વિસનગરની જીવનયોગ નર્સિંગ હોમમાં મહિલા અને બાળકનું મોત થયુ હતુ.

જીવનયોગ નર્સિંગ હોમમાં મહિલાના શંકાસ્પદ મોતને મામલે મોતનું સાચું કારણ જાણવા પરિવારજનોએ તપાસની માંગ કરતા પોલીસે પ્રથમ વિસનગર હોસ્પિટલ લાશ મોકલી આપી પેનલ પીએમ માટે લાશને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડી છે.

જોકે બાળક નર હતું કે માદા તેની પણ પરિવાર જનોને કોઈ જાણકારી આપવામાં આવી નથી ત્યારે શંકા ઉપજાવતી આ ઘટનામાં જીવન યોગ હોસ્પિટલના તબીબ ગાંધી પણ હાલતો પોતાનો સ્વબચાવ કરતા નજરે પડી રહ્યા છે. કલાકો સુધી મૃતકોની હાલતની જાણ ન કરાઇ એવુ પરિવારજનોનું કહેવુ છે.

હોસ્પિટલના તબીબની બેદરકારીથી બે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કલાકો સુધી મૃતકોની હાલતની જાણ ન કરાઇ એવુ પરિવારજનોનું કહેવુ છે. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.